Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાજપ દ્વારા મતવિસ્તારોમાંથી વિવિધ સ્ટેશનો પરથી
ખંભાળીયા તા. ર૧ઃ ભાજપ દ્વારા સમગ્ર દેશમાં દરેક વિધાનસભા તથા લોકસભા વિસ્તારોમાંથી સ્પેશ્યલ ટ્રેઈન અયોધ્યા મોકલવા શરૃ થયેલા અભિયાનમાં દ્વારકા-ખંભાળીયા-જામનગરની ૧૩૦૦ જેટલા યાત્રિકો સાથેની ટ્રેઈન અયોધ્યા જવા રવાના થઈ હતી.
ખંભાળીયા રેલવે સ્ટેશને સાંસદ પૂનમબેન માડમ, ભાજપના જિલ્લા પ્રમુખ મયુરભાઈ ગઢવી, જિ.પં.ના પૂર્વ પ્રમુખ પી.એસ. જાડેજા, પાલિકા પ્રમુખ રચનાબેન મોટાણી, અગ્રણી હરિભાઈ વાલજી નકુમ, જિ.પં. સદસ્ય સંજયભાઈ નકુમ, ડો. અમિત નકુમ, અનિલભાઈ તન્ના, કિશોરસિંહ જાડેજા, ધીરજલાલ ટાકોદરા,, મોહિત મોટાણી, ગીતાબા જાડેજા, કશ્યપભાઈ ડેર, નિમિષાબેન નકુમ, રેખાબેન ખેતીયા, ભરતભાઈ ગોજીયા, રસીકભાઈ નકુમ જોડાયા હતાં.
ખંભાળીયા શહેરના કાર્યકરો ભાજપ અગ્રણીઓ ઈન્દ્રજીતસિંહ પરમાર, જીતેશભાઈ પરમાર, મહેન્દ્રસિંહ જાડેજા વિગેરેની આગેવાનીમાં રવાના થયા હતાં તથા ખંભાળીયા તાલુકાના કાર્યકરો મોહનભાઈ મોકરીયા, લાલજીભાઈ નકુમ પૂર્વ સરપંચ ધરમપુર સહિતના જોડાયા હતાં. ખંભાળીયાના જાણીતા પત્રકાર પી.ડી. નુકમ તથા તેમના પત્ની પણ અયોધ્યા જવા નીકળ્યા હતાં. જેમનું સાંસદ પૂનમબેન દ્વારા સન્માન થયું હતું. તમામ કાર્યકરોને પેંડાથી મીઠું મોં કરાવીને તથા કેશરીયા ઉપરણા પહેરાવીને જયશ્રીરામના નારાથી અભિવાદન કરવામાં આવ્યું હતું.
હાલારના સાંસદ પૂનમબેન માડમે અયોધ્યાની આ ખાસ ટ્રેઈનમાં યાત્રાળુઓ સાથે મુસાફરી કરીને રામધૂન બોલાવી હતી.
આ ટ્રેન જામનગર સ્ટેશને પહોંચતા ૭૮-જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજા દ્વારા દરેક યાત્રાળુને મીઠાઈના પેકેટ આપવામાં આવ્યા હતાં. ટ્રેનના રૃટ પર દરેક સ્ટોપના સ્ટેશને સ્થાનિક કાર્યકરો દ્વારા સન્માન કરી ચા-નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial