Advertisement
Author: નોબત સમાચાર

પ્રાકૃતિક ખેતીના કારણે આજે મારૂ ઉજ્જડ ખેતર મોડેલ ફાર્મ બન્યુંઃ સુરેશભાઈ ગાંગાણી

જામનગર તા. ર૧ઃ કાર્યક્રમમાં જોડિયા તાલુકાના માણામોરા ગામના ખેડૂત સુરેશભાઈ ગાંગાણીએ પ્રાકૃતિક કૃષિ અંગેનો પોતાનો અનુભવ વર્ણવતા જણાવ્યું હતું કે, મારૃ ગામ જોડિયા તાલુકાનું દરિયાકાંઠાનું ગામ છે અને અહીં મારી દસ વીઘા જમીન આવેલી છે. શરૃઆતના તબક્કામાં પાંચ વીઘા જમીનમાં મેં એપલ બોર વાવવાનું નક્કી કર્યું ત્યારે ગામમાં સૌ માટે હું હાંસિપાત્ર બન્યો. લોકોએ કહ્યું ખારી જમીનમાં બાગાયત પાકનું ઉત્પાદન શક્ય નથી તેમ છતાં મેં વાવેતર કર્યું અને એમાં જીવામૃત, મિશ્ર પાક પદ્ધતિ, વાક્સા, આચ્છાદન સહિતના પ્રાકૃતિક ખેતીના પ્રયોગો શરૃ કર્યા. પરિણામે ખારપાટ જમીનમાં પણ પ્રથમ વર્ષે મને પ૦ હજારની કિંમતનું ઉત્પાદન પ્રાપ્ત થયું. પ્રાકૃતિક ખેતીના કારણે એપલ બોર મીઠાશ અને પોષક તત્ત્વોથી ભરપૂર બન્યા અને લોકોમાં ખૂબ વખણાયા. આજે ઘરે જ મારા તમામ એપલ બોરનું વેંચાણ થઈ જાય છે અને મારે યાર્ડમાં વેંચાણ અર્થે નથી જવું પડતું. પ્રાકૃતિક કૃષિના કારણે મારૃ ઉજ્જડ ખેતર આજે સાચા અર્થમાં મોડેલ ફાર્મ બન્યું છે એમ કહેવામાં લગીરે અતિશયોક્તિ નથી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh