Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર રેલવે સ્ટેશન ઉપર ઉત્સવનો માહોલ
જામનગર તા. ર૧ઃ દ્વારકાથી અયોધ્યાની ખાસ ટ્રેન દ્વારકાથી પ્રસ્થાન થયા પછી જામનગર રેલવે સ્ટેશને આવી પહોંચતા, જામનગરથી અંદાજે ૩પ૦ જેટલા રામભકત યાત્રાળુઓ રેલવે યાત્રામાં જોડાયા હતાં. દ્વારકા, ખંભાળીયા તથા જામનગરથી મળી કુલ સાડા તેરસો જેટલા યાત્રાળુઓને જામનગર રેલવે સ્ટેશને જય જયશ્રી રામના જયઘોષ સાથે ઉત્સવ જેવા માહોલમાં શુભેચ્છા સાથે વિદાય આપવામાં આવી હતી.
આ ટ્રેનમાં જામનગરના સંસદસભ્ય પૂનમબેન માડમે ટ્રેનને ખંભાળીયાથી પ્રસ્થાન કરાવ્યા પછી ટ્રેનમાં રામભકત યાત્રાળુઓ સાથે જામનગર સુધી મુસાફરી કરી હતી. અને રામધૂન બોલાવી હતી. દરેક યાત્રીઓને રૃબરૃ મળી શુભેચ્છા આપી હતી.
આ ટ્રેનનું જામનગર રેલવે સ્ટેશને આગમન થયું ત્યારે રાજ્યના પૂર્વ મંત્રી હકુભા જાડેજાએ યાત્રાળુઓનું સ્વાગત-સન્માન કર્યું હતું તેમજ જામનગરથી અયોધ્યા યાત્રામાં જોડાનાર રામભકતોના મોઢા મીઠા કરાવી વિદાય આપી હતી.
જામનગર રેલવે સ્ટેશન પર તમામ યાત્રાળુઓ માટે સંસદ સભ્ય પૂનમબેન માડમ દ્વારા ચા-પાણી, નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ધારાસભ્ય રિવાબા જાડેજાએ દરેક યાત્રીઓને મીઠાઈના પેકેટ આપ્યા હતાં.
જામનગર રેલવે સ્ટેશન પર અયોધ્યાની ખાસ ટ્રેનના આગમન સમયે અને યાત્રાળુઓને શુભેચ્છા આપવા જિલ્લા ભાજપ અધ્યક્ષ રમેશભાઈ મુંગરા, શહેર ભાજપ અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, સ્થાયી સમિતિના ચેરમેન નિલેશભાઈ કગથરા, ક્રિષ્નાબેન સોઢા, કોર્પોરેટરો હસમુખભાઈ હિન્ડોચા, શહેર મહામંત્રી મેરામણભાઈ ભાટુ, પ્રકાશભાઈ બાંભણીયા, વિજયસિંહ જેઠવા, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી, મુકેશભાઈ દાસાણી, ભાજપના અન્ય પદાધિકારીઓ, કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતાં. જામનગર રેલવે સ્ટેશનેથી આગેવાનોએ જયશ્રી રામના કેસરીયા ધ્વજ સાથે ટ્રેનને પ્રસ્થાન કરાવ્યું ત્યારે ઉત્સવનો માહોલ સર્જાઈ ગયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial