Advertisement
Author: નોબત સમાચાર

સગાઈ પછી યુવતી ફોન રિસિવ નહીં કરી શકતા યુવકે માર મારી આપી ધમકી

મોટરમાં લઈ જઈ ફટકાર્યા પછી ઝૂંટવી લીધી વીટીઃ

જામનગર તા. ૨૧ઃ જામનગરના એક યુવક-યુવતી વચ્ચે પ્રેમસંબંધ બંધાયા પછી બંનેની સગાઈ કરી આપવામાં આવી હતી. તે પછી રાત્રે યુવકે કરેલો ફોન નિદ્રાધીન યુવતી રિસિવ નહીં કરી શકતા બંને વચ્ચે મન મુટાવ ઉભો થયો હતો. બીજા દિને ધસી આવેલા યુવકે તે યુવતીને મોટરમાં લઈ માર માર્યા પછી સોનાની વીટી ઝૂંટવી લીધાની અને મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ કરાઈ છે.

જામનગર-સમાણા રોડ પર આવેલા નારણપર ગામમાં રહેતા એક યુવતી સાથે બેએક વર્ષ પહેલાં કુદરત રેસિડેન્સીમાં રહેતા રવિરાજસિંહ જોરૃભા કંચવા સંપર્કમાં આવ્યા પછી બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. તે પછી બંને વ્યક્તિએ પરિવારોને જાણ કરતા ગઈ તા.૫ના દિને તેઓની સગાઈ કરી આપવામાં આવી હતી.

ત્યારપછી આ યુગલ વચ્ચે ફોન પર અવારનવાર વાતચીત થતી હતી જેમાં ગયા શનિવારે રવિરાજસિંહે તે યુવતીને ફોન કર્યાે હતો પરંતુ નિદ્રાધીન થયેલી યુવતી ફોન રિસિવ કરી શકી ન હતી. તે પછી રવિવારે રાત્રે પોતાની મોટરમાં તે યુવતીના ઘરે ધસી ગયેલા રવિરાજસિંહે તેમાં બેસી જવા માટે સૂચન આપતો ફોન કર્યાે હતો તેથી આ યુવતી ઘરેથી નીકળી મોટરમાં બેસી હતી.

ત્યારપછી મોટર દુર લઈ જઈ રવિવરાજસિંહે ફોન કેમ રિસિવ ન કર્યાે તેમ કહી પોતાની મરજીથી બધુ કરતી હોવાનું કહી તેણી સાથે ઝઘડો કર્યા પછી માથું પકડીને મોટરમાં અથડાવ્યું હતું અને પોતે પહેરેલા બેલ્ટને કાઢી તેનાથી માર મારી ગાળો ભાંડી હતી. તે ઉપરાંત આ યુવતીએ પહેરેલી અંદાજે અડધા તોલા વજનની સોનાની રૃા.૧૫ હજારની વીટી ઝૂંટવી લઈ રવિરાજસિંહે ઘરમાં કોઈને વાત ન કરવા અને વાત કરે તો પતાવી દેવાની ધમકી પણ આપી હતી. પોતાના પરિવારને તેની વાત કર્યા પછી ગઈકાલે આ યુવતીએ પંચકોશી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રવિરાજસિંહ જોરૃભા સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી ૩૯૪, ૫૦૪, ૫૦૬ (ર) હેઠળ ગુન્હો નોંધ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh