Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સીસીરોડ, ડામર રોડ, ભૂજિયો કોઠો, સહિતના વિવિધ કામોને મંજૂરીઃ
જામનગર તા. ૨૧ઃ જામનગર મહાનગર-પાલિકાની ગઈ કાલે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધધધ રૃા. ૧૨૨ કરોડ ૧૫૯ લાખના ખર્ચને બહાલી આપવામાં આવી હતી. લાખો રૃપિયા આસ્ફાલ્ટ રોડના મંજૂર કરાયા છે, ભૂજિયા કોઠાના પાર્ટ-ટુના વિકાસ માટે રૃા. ૧૪૩૨ લાખ ૮૯ હજારના ખર્ચને મંજૂર કરાયો હતો.
જામનગર મહાનગર-પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ગત સાંજે ચેરમેન નિલેષ કગથરાના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં નવ સભ્યો ઉપરાંત મેયર વિનોદ ખીમસૂર્યા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, મ્યુનિ. કમિશનર ડી. એન. મોદી, સિટી ઈજનેર ભાવેશભાઈ જાની, આસી. કમિશનર (વહીવટ) જિજ્ઞેશ નિર્મલ ઉપસ્થિત રહ્યા હતા.
શહેરના હયાત, કાર્યરત ભૂગર્ભ ગટરના નેટવર્ક મજબૂતીકરણ ના વાર્ષિક કોન્ટ્રાક્ટની દરખાસ્તમાં વોર્ડ નં. ૧, ૫, ૬, ૭, માટે ૨૫ લાખ, વોર્ડ નં. ૧૦, ૧૧, ૧૨, ૧૩ માટે રૃા. ૨૧ લાખ, વોર્ડ નં. ૮, ૧૪, ૧૫, ૧૬ માટે ૨૫ લાખ અને વોર્ડ નં. ૨, ૩, ૪, ૯ માટે ૨૫ લાખ, જૂની નવાનગર બેંક (રૃપિયાના સિક્કા) થી દિ. પ્લોટ ૪૯ સુધી સી.સી. રોડ બનાવવા માટે રૃા. ૧૬.૦૧ લાખ, ૧૫ મા નાણાપંચની ગ્રાન્ટ અન્વયે વોર્ડ નં. ૭ માં પ્રમુખ પાર્ક સોસા. ના હયાત ગાડામાર્ગ પર સી. સી. રોડ બનાવવા માટે રૃા. ૧૧૦.૯૯ લાખ, રણજિતસાગર ડેમ પાસે એનિમલ શેલ્ટર હોમ બનાવવા માટે રૃા. ૯.૦૭ લાખનો ખર્ચ મંજૂર કરાયો હતો.
વોર્ડ નં. ૫, ૯, ૧૩, ૧૪ માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ કેનાલ બ્રિજના કામ માટે રૃા. ૫ લાખ, જ્યારે વોર્ડ નં. ૧૦, ૧૧, ૧૨ માં નંદઘર (આંગણવાડી) બનાવવા માટે રૃા. ૧૧૪ લાખ અને વોર્ડ નં. ૨, ૩, ૪ નંદઘર (આંગણવાડી) બનાવવા માટે રૃા. ૬૦.૬૨ લાખ નો ખર્ચ મંજૂર કરાયો હતો. શહેરના વેસ્ટ અને સેન્ટ્રલ ઝોનમાં ગાર્ડન હેતુ માટે વોટર ટેન્કર ભાડે રાખવા રૃા.૩ લાખ, વોર્ડ નં. ૨, ૩, ૪ માં જુદી-જુદી કંપનીઓ દ્વારા અન્ડરગ્રાઉન્ડ કેબલ, ગેસલાઈન અને વોટર વર્કસ દ્વારા ટ્રેન્ચમાં સી.સી. રોડ (સી.સી. ચિરોડા) માટે ૧૫ લાખનો ખર્ચ મંજૂર કરાયો હતો.વોર્ડ નં. ૯ થી ૧૬માં ગાર્ડન હેતુ માટે ટ્રેક્ટર ટ્રોલી વિથ લેબર સપ્લાયના કામ માટે રૃા. ૪.૫૦ લાખ, વોર્ડ નં. ૧ થી ૮માં ગાર્ડન હેતુ માટે ટ્રેક્ટર ટ્રોલી વિથ લેબર સપ્લાય માટે રૃા. ૪.૫૦ લાખ, જ્યારે વોર્ડ નં. ૧૦, ૧૧, ૧૨ માં સ્ટ્રેન્ધનીંગ ઓફ ગટર વર્કસના કામ માટે રૃા. ૫ લાખ તથા વોર્ડ નં. ૨, ૩, ૪ માટે રૃા. ૪ લાખ નો ખર્ચ મંજૂર કરાયો છે,
જાડાની ૧૦૦ ટકા ગ્રાન્ટ અન્વયે વોર્ડ નં. ૬માં બળદેવનગર, સેનાનગર, વાયુનગર, મુરલીધર તથા તિરૃપતિ - ૧ સોસાયટીઓની આંતરિક શેરી-ગલી માં સી.સી. રોડ બનાવવા માટે રૃા. ૨૯૧.૪૨ લાખનો ખર્ચ મંજૂર કરાયો છે. વોર્ડ નં. ૮ વિસ્તારમાં ખાનગી સોસાયટીમાં, ગુજરાત હાઉસિંગ બોર્ડની વસાહતો તથા અન્ય રહેણાંક વિસ્તારમાં લોકભાગીદારીથી માળખાકીય સુવિધાની વિકાસની યોજના અંતર્ગત સી.સી. રોડ, સી.સી. બ્લોક ના કામ માટે રૃા. ૨૦૦ લાખ, વોર્ડ નં. ૧૫માં રૃા. ૨૦૦ લાખ મંજૂર કરાયા છે. રાધિકા સ્કૂલથી હાપા માર્કેટિંગ યાર્ડ પાસેના હયાત મેટલ રોડ ઉપર આસ્ફાલ્ટ રિકાર્પેટ કરવા માટે રૃા. ૧૨૪.૯૪ લાખ તેમજ જકાતનાકા સર્કલથી સાંઢિયા પુલ સુધી આસ્ફાલ્ટ સિક્સલેન વાઈડનિંગ તથા રિકાર્પેટિંગનું કામ તેમજ કાલાવડ નાકા બ્રીજથી મહાપ્રભુજી બેઠક સુધી આસ્ફાલ્ટ ફોરલેન વાઈડનિંગ અને રિકાર્પેટિંગ તેમજ કાલાવડ નાકા બ્રીજ થી મહાપ્રભુજી બેઠક, ઠેબા ચોકડી સુધી આસ્ફાલ્ટ રિકાર્પેટિંગ ઉપરાંત મહાપ્રભુજી બેઠક પાસેના ઈએસઆર થી હાપા મેઈન રોડ સુધીના રોડને આસ્ફાલ્ટ રોડ બનાવવા માટે રૃા. ૨૦૨૯.૬૨ લાખ. ગુલાબનગર રેલવે ઓવરબ્રીજથી ધુંવાવ સુધી આસ્ફાલ્ટ ૬ લેન વાઈડનિંગ તથા ગુલાબનગર રેલવે ઓવબ્રીજ થઈ ખીજડિયા બાયપાસ સુધી આસ્ફાલ્ટ રિકાર્પેટિંગ, સમર્પણ સર્કલ થી ખંભાળિયા બાયપાસ સુધી આસ્ફાલ્ટ સિક્સલેન વાઈડનિંગ તથા દિગ્જામ સર્કલ થી સમર્પણ સર્કલ થઈ ખંભાળિયા બાયપાસ સુધી આસ્ફાલ્ટ રિકાર્પેટિંગના કામ માટે રૃા. ૨૬૧૪.૧૧ લાખ તથા સ્વામિનારાયણ નગર થી ગાંધીનગર જતાં ડી.પી. રોડ પર આસ્ફાલ્ટ રોડ બનાવવા માટે ૬૫.૭૫ લાખ નો ખર્ચ મંજૂર કરાયો છે.
ડિઝાઈન એન્ડ કન્સ્ટ્રક્શન ઓફ ૩૦ એમએલડી ફિલ્ટર પ્લાન, સમ્પ, ઈએસઆર, પમ્પ હાઉસ, સ્ટોરરૃમ, ઓફિસ, રાઈઝિેંગ મેઈન પાઈપલાઈન, મશીનરી, ઈલેક્ટ્રો મિકેનિકલ વર્ક, નાઘેડી એરિયામાં કરવામાં આવનાર કામ સાથે વોટર સપ્લાય સ્કીમના પાંચ વર્ષના ઓપરેશન અને મેન્ટેનેન્સ વર્ક ૩૫૫૪.૨૬ લાખ.
શહેરની વિકસિત સોસાયટીઓને તેમણે રાખેલા સફાઈ કામદારો માટે સોસા.ને ચૂકવતા રૃા. ૧૯૮.૯૬ લાખનો ખર્ચ તેમજ સ્વચ્છ ભારત મિશન અને ૧૫મા નાણાપંચની ગ્રાન્ટ અન્વયે સોલિડ વેસ્ટ શાખા માટે ટ્વિન બીન્સ ૫૦૦ નંગ ખરીદી માટે રૃા. ૩૮.૩૫ લાખ તેમજ સોલિડ વેસ્ટ શાખા માટે ડિસલ્ટિંગ ગ્રેબ મ મશીન ચાર નંગ ની ખરીદી માટે રૃા. ૪૫.૦૭ લાખ નો ખર્ચ મંજૂર કરાયો છે. શહેરના જુદી-જુદી જગ્યા માટે ડેકોરેશન અને આનુસંગિક વ્યવસ્થા માટે વાર્ષિક રૃા. ૧૧.૮૦ લાખનો ખર્ચ માન્ય રખાયો છે.
ઓડિટ શાખાના પટાવાળા જગદીશ ગોહિલ અને સલમાબેન મુરીમાના પગારની વિસંગતતા દૂર કરવાની દરખાસ્ત મંજૂર કરાઈ હતી. જ્યારે પાબારી હોલના પાંચ વર્ષના સંચાલનનું કામ જમનાદાસ ગોકલદાસ પાબારી ચેરી. ટ્રસ્ટને સોંપવા મંજૂર કરાયું છે. શહેરના વોર્ડ નં. ૧ થી ૮ ના મુખ્ય તથા આંતરિક રસ્તાઓમાં આસ્ફાલ્ટ રિકાર્પેટિંગના કામ માટે ૨૦૩.૯૩ લાખ વોર્ડ નં. ૯ થી ૧૬ ના મુખ્ય તથા આંતરિક રસ્તાના આસ્ફાલ્ટ રિકાર્પેટિંગના કામ માટે ૨૦૪.૬૮ લાખના ખર્ચને બહાલી આપવામાં આવી છે.
વોર્ડ નં. ૩ માં ખાનગી સોસાયટીઓમાં ગુજરાત હાઉસિંગ બોર્ડની વસાહતોમાં તથા અન્ય રહેણાંક વિસ્તારમાં લોકભાગીદારીથી માળખાકીય સુવિધાની વિકાસ યોજના અંતર્ગત સીસી રોડ, સીસી બ્લોકના કામ માટે ના કામ માટે રૃા. ૨૦૦ લાખ, વોર્ડ નં. ૧ માં ૨૦૦ લાખ તથા ૬ માં ૨૦૦ લાખમાં ખાનગી સોસા. તથા ગુજ. હા. બોર્ડ ની વસાહતો તથા અન્ય રહેણાંક વિસ્તારમાં લોકભાગીદારીથી માળખાકીય સુવિધાની વિકાસ યોજના અન્વયે ખર્ચ મંજૂર કરાયો હતો.
ન.પ્રા.શિ.સ. માં સ્માર્ટ લાયબ્રેરી તથા શહેરમાં એક અદ્યતન લાયબ્રેરી કામ બાબતેની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. ઠેબા બાયપાસ જંક્શન પર ૬ લેન ફ્લાયઓવર બ્રીજ બનાવવાને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. સમર્પણ સર્કલ જંક્શન પર ફ્લાયઓવર બ્રિજ બનાવવાના કામને પણ સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. આ ઉપરાંત વિશાલ હોટલ પાછળ આવેલ જગ્યામાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બનાવવા અને (જાડા) ટી.પી. સ્કીમ નં. ૫ વાળી જગ્યામાં મલ્ટિપરપઝ કલ્ચરલ કોમ્પ્લેક્ષ (ઓડિટોરિયમ) બનાવવાના કામને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી.
ભૂજિયા કોઠાના ફેસ - ૨ (હેરિટેજ ચેન)ના રેસ્ટોરેશન, કન્ઝર્વેશન અને કન્સોલિડેશન એન્ડ રિપ્રોડક્શનના કામ માટે રૃા. ૧૪૩૨.૮૯ લાખના કામને મંજૂર કરાયો છે.
આમ આ બેઠકમાં રૃા. ૧૧૨ કરોડ ૫૯ લાખના વિવિધ ખર્ચને બહાલી આપવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial