Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બંને શખ્સે સટ્ટો રમવા મેળવી હતી યુઝર આઈડીઃ
જામનગર તા. ૨૧ઃ દ્વારકા શહેરમાં કકળાશ કુંડ તથા કાનદાસ બાપુ આશ્રમ પાસે ગઈકાલે મોબાઈલમાં ક્રિકેટનો સટ્ટો રમતા બે શખ્સને પોલીસે દબોચી લીધા છે. આ શખ્સોએ સટ્ટો રમવા આઈડી આપનાર શખ્સનું નામ આપ્યું છે. બંને પન્ટર હાલમાં પાકિસ્તાનમાં રમાતી ટી-ટવેન્ટી ક્રિકેટ શ્રેણીમાં જુગાર રમતા હોવાનો આરોપ મુકાયો છે. કપાત લેતા ખંભાળિયાના એક શખ્સનું નામ પણ ખૂલ્યું છે.
દ્વારકા શહેરમાં આવેલા કકળાશ કુંડ પાસે બજારમાં ગઈકાલે સાંજે એક શખ્સ પોતાના મોબાઈલમાં સટ્ટો રમી રહ્યો હોવાની બાતમી પરથી દ્વારકા પોલીસે દરોડો પાડ્યો હતો. જેમાં હોમગાર્ડઝ ચોકમાં રહેતો અને યજમાનવૃૃત્તિ કરતો કિશન વસંતલાલ મીન નામનો શખ્સ મળી આવ્યો હતો.
આ શખ્સ હાલમાં પાક.માં રમાઈ રહેલી ટી-ટવેન્ટી ક્રિકેટ શ્રેણીના ગઈકાલના મેચ પર સેશન, વિકેટ, રનફેર વગેરેનો સટ્ટો રમતો હતો. તેના માટે આ શખ્સે પોતાના મોબાઈલમાં એપ ડાઉનલોડ કરી યુઝર આઈડી મેળવી હતી અને તેના પરથી સટ્ટો રમતો હતો. પોલીસે તેનો મોબાઈલ, રૃા.૪૨૬૦ રોકડા મળી કુલ રૃા.૧૬,૨૬૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે. આ શખ્સે તે આઈડી જામનગરના જયરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા પાસેથી મેળવ્યાની કબૂલાત આપી છે અને કપાત ખંભાળિયાના નવાપરાવાળો કિરીટ શશીકાંત દત્તાણી લેતો હોવાની વિગત આપી છે.
તે દરોડા પછી દ્વારકા પોલીસે કાનદાસ બાપુ આશ્રમ પાસે એક એપાર્ટમેન્ટ નજીક દરોડો પાડી દીપક લલીતચંદ્ર વાયડા નામના શખ્સને પણ મોબાઈલમાં ક્રિકેટનો સટ્ટો રમતો પકડી પાડ્યો છે. તેણે પણ જામનગરના જયરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાનું સાગરિત તરીકે નામ આપ્યું છે. પોલીસે તેનો મોબાઈલ, રૃા.૧૨૪૦ રોકડા મળી કુલ રૃા.૧૧, ૨૪૦નો મુદ્દામાલ ઝબ્બે લીધો છે. બંને સામે જુગારધારાની કલમ ૧૨ હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial