Advertisement
Author: નોબત સમાચાર

લાલપુરમાં બીમારીથી પીડાતા યુવાનનું હૃદયરોગનો હુમલો આવી જતાં થયું મૃત્યુ

મોટી ખાવડીમાં રહેતા યુવાનનું બીમારીથી મોતઃ

જામનગર તા. ૨૧ઃ જામનગરના મોટી ખાવડી ગામમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ બિહારના એક યુવાનનું બીમાર પડી ગયા પછી સારવાર દરમિયાન નગરની જી.જી. હોસ્પિટલમાં આઈસીયુ વોર્ડમાં મૃત્યુ નિપજ્યું છે. જ્યારે લાલપુરના રહેતા એક બીમાર યુવાનને હૃદયરોગનો હુમલો ભરખી ગયો છે.

જામનગર-ખંભાળિયા માર્ગ  પર આવેલા મોટી ખાવડી ગામે રહેતા અને ત્યાં મજૂરીકામ કરતા મૂળ બિહાર રાજ્યના વતની અનુજભાઈ યાદવ (ઉ.વ.૩૮) નામના યુવાન બીમાર પડી જતાં સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેઓને આઈસીયુ વિભાગમાં સારવાર આપવામાં આવી રહી હતી. આ યુવાનનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. સિક્કાના સામાજિક કાર્યકર કાસમ મુસાભાઈ સુંભણીયાએ પોલીસને જાણ કરી છે.

મૂળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના મેવાસા ગામના વતની અને હાલમાં લાલપુરના ધરારનગરમાં હુસેની ચોકમાં રહેતા મેઘાભાઈ આલાભાઈ ચાવડા નામના વૃદ્ધના પુત્ર રાજેશભાઈ (ઉ.વ.૩ર)ને હૃદયમાં વાલ્વની જૂની બીમારી હતી અને તે દરમિયાન માનસિક બીમારી પણ વળગી હતી. આ યુવાનને  સારવાર અપાવવામાં આવી રહી હતી. તે દરમિયાન તેઓને  હૃદયરોગનો હુમલો આવી જતાં મૃત્યુ થયાનું બહાર આવ્યું છે. પિતા મેઘાભાઈ ચાવડાએ પોલીસને જાણ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh