Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ર૧ઃ ધ્રોળ તાલુકામાં સ્થિત શ્રી એમ.ડી. મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્રમાં પ્લાસ્ટિક રિસાયકલ પ્રોસેસ થીમ આધારિત વિદ્યાર્થી કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારના માર્ગદર્શન તળે સંચાલિત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ) ગાંધીનગર, ગીર ફાઉન્ડેશન-ગાંધીનગર અને ગ્રામીણ વિકાસ ટ્રસ્ટ સંસ્થાના સહયોગથી આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૃઆત મંચસ્થ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરાઈ હતી. સંસ્થાના સેક્રેટરી સુધાબેન ખંઢેરિયાએ બાળકોને પ્લાસ્ટિકના ઓછા વપરાશ અને તેના ઉપયોગી પર્યાય વિષે જાણકારી આપી હતી. કેન્દ્રના પ્રોગ્રામ ઓફિસર ડો. સંજય પંડ્યાએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિનનું મહત્ત્વ, પર્યાવરણીય મિત્ર, પાંચ આર વિષે જાણકારી આપી હતી.
પ્લાસ્ટિકના રિયુઝ પર પ્રવૃત્તિમયી પ્રયોગો બાળકો દ્વારા કરવામાં આવ્યા હતાં. જેમાં બાળકોને ઈકોબ્રિક્સ, ઘરના ડેકોરેશનમાં પ્લાસ્ટિકનો રિયુઝ અને વિજ્ઞાનના ચેપ્ટર્સ સમજી શકે તે મુજબ પ્લાસ્ટિક રિયુઝ આધારિત પ્રયોગ કર્યા હતાં.
કાર્યક્રમના અંતે તમામ બાળકોને સર્ટીફિકેટ અને સાયન્સના સાધનોની કીટ અર્પણ કરવામાં આવી હતી અને બાળકો માટે પૌષ્ટિક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ તાલીમ કાર્યક્રમમાં ૯૦ વિદ્યાર્થી મિત્રો અને ૧પ એક્સપર્ટસ અને શિક્ષકગણ હાજર રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial