Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એ.પી.એમ.સી. હાપામાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં યોજાયેલ પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોનું પ્રદર્શન તથા વેંચાણ સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. રાજ્યપાલશ્રીએ આ કેન્દ્રની મુલાકાત લઈ પ્રાકૃતિક કૃષિકારો સાથે વાર્તાલાપ કર્યો હતો અને તેઓએ અપનાવેલ વિવિધ પદ્ધતિઓથી માહિતગાર થયા હતાં. આ કેન્દ્રમાં જામનગર જિલ્લાના ઠેબા, સુમરી, ભીમકટા, જશાપર, ધ્રોળ, લતીપર, રામપર, મોટી રાફુદળ, ચેલા, દડિયા, સડોદર, નાની ભલસાણ, આણંદપર સહિતના ગામોથી પ્રાકૃતિક કૃષિકારો ઉપસ્થિત રહ્યા હતાં. જેમણે કઠોળ, લીલા શાકભાજી, મરી-મસાલા, હલકા ધાન્ય, હળદર, ગૌ મૂત્ર આધારિત ઉત્પાદનો, ગુલકંદ, રાગી, સ્ટ્રોબેરી, મરચું પાવડર, કીનોવા સહિતના ઉત્પદનો પોતાના કૃષિ સ્ટોલમાં પ્રદર્શન તથા વેંચાણ અર્થે રજૂ કર્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial