Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૫ાંચ મહિના પહેલાં નોંધાયો હતો ગુન્હોઃ
જામનગર તા. ૨૧ઃ જામનગરના એક યુવાનનું અપહરણ કરી તેને ઢોરમાર મારવાના ગુન્હામાં સંડોવાયેલા કોંગી કોર્પોરેટરની ગઈકાલે પોલીસે ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યાે હતો. તેને જેલહવાલે કરવાનો હુકમ કરાયો છે. હત્યા પ્રયાસના આ ગુન્હામાં અગાઉ ઝડપાયેલા આરોપીઓ પણ જેલહવાલે થઈ ચૂક્યા છે.
જામનગરના કાલાવડ નાકા વિસ્તારમાં વસવાટ કરતા એક યુવાનને ગયા સપ્ટેમ્બર મહિનામાં જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નં.૧રના નગરસેવક અસલમ ખીલજી તથા તેના સાગરિતોએ અપહરણ કરી ઠેબા બાયપાસ તરફના રોડ પર લઈ જઈ સારી પેઠે માર માર્યાની જે તે વખતે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી.
ઈજાગ્રસ્તને જીવલેણ ઈજાઓ થઈ હોવાથી જે તે વખતે પોલીસે હત્યા પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો હતો. તે ગુન્હામાં અસલમ ખીલજીના અન્ય સાગરિતોની ધરપકડ કરવામાં આવી હતી. તે પછી અસલમ ખીલજીની શોધ કરવામાં આવી રહી હતી.
પાંચેક મહિના સુધી આરોપી ન મળ્યા પછી ગઈકાલે તેની ધરપકડ કરવામાં આવી છે. ગઈકાલે સાંજે આરોપી અસલમ ખીલજીને હત્યા પ્રયાસના ગુન્હામાં ધરપકડ કરી અદાલતમાં રજૂ કરવામાં આવ્યો હતો. અદાલતે આરોપીને અન્ય આરોપીઓની માફક જેલહવાલે કરવાનો હુકમ કર્યાે છે. ગઈકાલે સાંજે જ્યારે તેને કોર્ટમાં લાવવામાં આવ્યા ત્યારે તેના સમર્થકો સહિતનું મિત્ર વર્તુળ ઉમટી પડ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial