Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નગરની ૫ેઢીએ કર્યાે હતો દાવોઃ
જામનગર તા. ૨૧ઃ જામનગરના એક કારખાનેદારે પુનાની પેઢી પાસેથી પોતાની બાકી રકમ વસૂલવા કરેલા દાવામાં અદાલતે હુકમનામું કર્યું છે. બાકી રકમ વ્યાજ સાથે ચૂકવવા પુનાની પેઢીને આદેશ કરવામાં આવ્યો છે.
જામનગરમાં સંકેત બ્રાસ ઈન્ડસ્ટ્રીઝ નામનું કારખાનું ચલાવતા ઓધવજી ઢોલરીયા પાસેથી પુનાની દઈવા એન્જિ. પ્રા.લિ. નામની પેઢીએ ઓર્ડર આપીને રૃા.૮,૨૪,૦૩૮નો સામાન મગાવ્યો હતો. તે સામાન મોકલ્યા પછી પેમેન્ટ માંગવામાં આવતા પુનાની પેઢી દ્વારા આનાકાની કરાઈ હતી.
પોતાનું બાકી લેણું વસૂલવા ઓધવજીભાઈએ નોટીસ પાઠવ્યા પછી જામનગરની દીવાની અદાલતમાં સમરી દાવો કર્યાે હતો. તે દાવામાં પ્રતિવાદી હાજર રહ્યા ન હતા અને કોઈ કાર્યવાહી કરી ન હતી. તે પછી જજમેન્ટ માટેના સમન્સની અરજી આપવામાં આવતા તે સમન્સ રજીસ્ટર એડી.થી મોકલાવાયંુ હતું. તેમ છતાં પ્રતિવાદી હાજર ન થતાં કાયદા મુજબ અદાલતે હુકમનામુ કર્યું છે. જેમાં વાદીની બાકી રકમ આઠ ટકા વ્યાજ સાથે ચૂકવવા હુકમ કરાયો છે. વાદી તરફથી વકીલ વસંત ગોરી, દીપક નાનાણી, નેહલ સંચાણીયા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial