Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મનપાના પદાધિકારીઓએ પારણા કરાવ્યાઃ
જામનગર મહાનગર પાલિકાની કોન્ટ્રાક્ટર એજન્સીના સફાઈ કામદારો પોતાની વિવિધ માંગણીઓને વાચા આપવા આંદોલન ચલાવી રહ્યા હતાં. આખરે મહાનગરપાલિકાના પદાધિકારીઓએ દરમિયાનગીરી કરતા સમાધાન થયું હતું. ગત્ રાત્રે મેયર સહિતનાઓ દ્વારા ઉપવાસી આંદોલનકારીઓને પારણા કરાવ્યા હતાં. આમ આખરે આંદોલન સમેટાયું છે. જામનગર મહાનગર પાલિકાની કોન્ટ્રાક્ટ એજન્સીના પાવર લાઈનના કર્મચારીઓ દ્વારા પીએફ, પગાર સ્લિપ સહિતના મુદ્દે આંદોલન શરૃ કર્યું હતું. આ પછી અખિલ ભારતીય સફાઈ મજદૂર કોંગ્રેસના નેજા હેઠળ લાલબંગલા સર્કલમાં છાંવણી નાંખી ઉપવાસ આંદોલન શરૃ કર્યું હતું. લાંબા સમયથી ચાલતા આ આંદોલનનો ગઈકાલે સુખદ અંત આવ્યો હતો. મેયર વિનોદ ખીમસૂર્યા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન નિલેષ કગથરા, શાસક પક્ષના નેતા આશિષ જોષી અને દંડક કેતન નાખવાએ ઉપવાસીઓને પારણા કરાવ્યા હતાં. આખરે લાંબા સમયથી ચાલતા આંદોલનનો અંત આવ્યો છે. પગાર સ્લિપ આપતા નથી, પીએફ સમયસર જમા કરાતું નથી, ઉપરાંત અમુક કિસ્સામાં હડધૂત કરવામાં આવે છે સહિતના પ્રશ્નોને વાચા આપવા આંદોલન શરૃ કરાયું હતું. જેમાં સમાધાન થતા આંદોલન સમેટાયું છે.
વડાપ્રધાનનું આગમન બન્યુ સમાધાનનું કારણ?
જામનગરના લાલબંગલા સર્કલમાં મંડપ નાખીને ઉપવાસ આંદોલન શરૃ કરવામાં આવ્યું હતું. પાવરલાઈન કંપનીમાં કામ કરતા સફાઈ કર્મચારીઓ છેલ્લા લાંબા સમયથી આંદોલન ચલાવી રહ્યા હતાં. તેમના પ્રશ્નનો સુખદ અંત આવ્યો છે, જે આવકાર્ય છે. નાના કર્મચારીઓને લાંબા સમયગાળા પછી પણ ન્યાય મળ્યો છે. પરંતુ સવાલ એ છે કે મહાનગરપાલિકાના પદાધિકારીઓ આટલા દિવસ સુધી ક્યાં હતાં? દરરોજ ત્યાંથી જ આવન-જાવન કરતા હતાં છતાં કેમ કોઈ પગલાં લીધા નહીં. સફાઈ કામદારો મહિનાથી મંડપ નાંખીને ત્યાં બેઠા છે, પરંતુ હવે ત્રણ દિવસ પવડાપ્રધાન ત્યાંથી પસાર થવાના છે. નરેન્દ્ર મોદી તા. ર૪ ના રાત્રે જામનગર આવશે અને સર્કીટ હાઉસમાં રોકાણ કરશે ત્યારે ત્યાં આંદોલનકારીઓનો મંડપ રાખવો હિતાવહ નથી. તેમને ત્યાંથી બળજબરીથી ખસેડવામાં આવે તો મામલો કદાચ બગડી શકે તેવી દહેશત હતી. આથી અખરે ભાજપના પદાધિકારીઓને પટમાં આવવું પડ્યું હતું અને ખાનગી કંપની પાસે લખાણપટી કરાવી સમાધાનનો માર્ગ રાતોરાત કાઢવાની ફરજ પડી, ખેર રસ્તો જે પણ અપનાવ્યો, પરંતુ સમધાન એ સારી બાબત છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial