Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પહેલા
ખંભાળિયા તા. ર૧ઃ દ્વારકામાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આગમન પૂર્વે જિલ્લામાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દ્વારકાના ગોમતી ઘાટમાં તારીખ ર૧ થી ર૩ ફેબ્રુઆરી સુધી સાંજે ૭ કલાકે મહાઆરતીનો કાર્કય્રમ યોજાશે. ગોમતી ઘાટના વિવિધ ૧૬ સ્થળોએ દીપ પ્રાગટ્ય ઈલેક્ટ્રીક રોશનીથી પ લાખ દીવડાની રોશની પ્રગટાવાશે. મહાઆરતીમાં ગુગળી બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ કરાશે. પૂજારી ગણ દ્વારા પણ તૈયારીઓ કરાઈ છે. દ્વારકાના ભક્તો પ્રવાસીઓ, શ્રદ્ધાળુઓ તમામ નાગરિકોને મહાઆરતીમાં જોડાવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.
આગામી તા. રપ ફેબ્રુઆરીના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસે પધારી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સિગ્નેચર બ્રીજનું લોકાર્પણ કરશે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અનેરો ઉત્સાહો જોવા મળી રહ્યો છે. જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેમજ ગુગળી બ્રાહ્મણ અગ્રણીઓના સંકલનથી આગામી તા. ર૧ ફેબ્રુઆરીથી તા. ર૩ ફેબ્રુઆરી સુધી સાંજે ૭ કલાકે ગોમતી ઘાટમાં મહાઆરતીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ગોમતી ઘાટના વિવિધ ૧૬ સ્થળોએ દીપ પ્રાગટ્ય, ઈલેક્ટ્રીક રોશનીથી પ લાખ દીવડાની રોશની કરવામાં આવશે. આ મહાઆરતીમાં ગુગળી બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ કરવામાં આવશે. તા. ર૧ ફેબ્રુઆરીના ધારાસભ્ય પબુભા માણેક તા. રર ફેબ્રુઆરીના જિલ્લા પંચાયતના તેમજ તાલુકા પંચાયતના પદાધિકારીઓ અને તા. ર૩ ફેબ્રુઆરીના નગરપાલિકાના પદાધિકારીઓ, અગ્રણીઓ સહિતના આ મહાઆરતીમાં જોડાશે.
જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યાના માર્ગદર્શન હેઠળ તેમજ કાર્યક્રમને લઈને નિયુક્ત અધિક કલેક્ટર એમ.કે. જોષી, પ્રાંત અધિકારી ભગોરા તેમજ ગુગળી બ્રાહ્મણના અગ્રણીઓના સંકલનથી આ કાર્યક્રમની તૈયારીઓ કરવામાં આવી રહી છે. તા. ર૧ ફેબ્રુઆરીના યોજાનાર મહાઆરતીમાં પ્રવાસીઓ, શ્રદ્ધાળુઓ તેમજ તમામ નાગરિકોને જોડાવવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial