Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા. ૧ થી ૩ માર્ચ સુધી ભરપૂર રંગારંગ કાર્યક્રમોનું ભવ્ય આયોજન
જામનગર તા. ૨૧ઃ દેશના ટોચના ઉદ્યોગગૃહ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને સૌથી ધનાઢ્ય એવા મુકેશભાઈ અંબાણી તથા નીતાબેન અંબાણીના પુત્ર અનંત અંબાણીનો લગ્નોત્સવ જામનગર નજીક રિલાયન્સ ટાઉનશીપ એરિયામાં તા.૧ માર્ચથી ૩ માર્ચ સુધી યોજાનાર છે.
આ લગ્નોત્સવને અતિ ભવ્ય રીતે ઉજવવા લગ્ન સ્થળે છેલ્લા દોઢ-બે મહિનાથી તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્રણ દિવસ દરમ્યાન પ્રિ-વેડિંગ સેરેમનીની વિધિ થશે. ત્યારે આ ત્રણેય દિવસોમાં દેશ-વિદેશના કલાકારો દ્વારા રંગારંગ કાર્યક્રમો યોજાનાર છે. આ ભપકાદાર સ્ટેજ શો ના કાર્યક્રમ માટે પણ વિશાળ સ્ટેજ, લાઈટિંગ, સાઉન્ડ સિસ્ટમ, લક્ઝુરિયસ બેન્ડ વ્યવસ્થા, મહેમાનોની પસંદગી મુજબના ભોજન માટેના સમય-સમયના ચા-નાસ્તો-ભોજનના મેનુ તૈયાર થઈ ગયા છે.
અનંત અંબાણીના લગ્નોત્સવમાં રિલાયન્સ અને અંબાણી પરિવારથી કેન્દ્રના નેતાઓ, રાજકિય મહાનુભાવો, ફિલ્મ જગતના ખ્યાતનામ કલાકારો, ગાયક કલાકારો, સંગીતકારો, ભારતના ટોચના ક્રિકેટરો, દેશ-વિદેશના મોટા ગજાના ઉદ્યોગપતિઓ સહિતના મહાનુભાવોને નિમંત્રીત કરવામાં આવ્યા હોવાથી ચાર્ટર્ડ પ્લેનોમાં આ હસ્તીઓ ઉમટી પડવાની ધારણા છે.
આ અંગે વધુ જાણવા મળતી વિગતો પ્રમાણે ફિલ્મી કલાકારો, ગાયકો, સંગીતકારોનું બે-ત્રણ વખત આગમન થઈ પણ ચૂક્યું છે અને સ્ટેજ શો, ડાન્સ-મ્યુઝીકના રીહર્સલ પણ થઈ ચૂક્યા છે.
આમ ર૮-ર૯ ફેબ્રુ.થી જ આ ભવ્યાતિભવ્ય લગ્નોત્સવનો માહોલ છવાઈ જશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial