Advertisement
Author: નોબત સમાચાર

'ગુજરાતમાં ખેડૂતોની આવક બમણી થવાના બદલે જાવક ડબલ થઈ': ધારાસભ્ય હેમંત ખવા

રાજ્ય સરકારની ખેડૂત વિરોધી નીતિની કાઢી ઝાટકણીઃ

જામનગર તા. ર૧ઃ જામજોધપુર-લાલપુર વિસ્તારના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ ગુજરાતની ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિ-રીતિની આકરી ટીકા કરી વિધાનસભામાં ખેડૂતોના પ્રશ્નોને લઈ આકરા પ્રહારો કર્યા હતાં. ભાજપ દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાના બણંગા ફૂંકાય છે, તેની સામે અત્યારે સ્થિતિ એવી છે કે ખેડૂતોની આવક બમણી થવાના બદલે ખેડૂતોની જાવક ડબલ થઈ ગઈ છે.

કૃષિમંત્રી જે માંગણી લઈને આવ્યા તેના પર પોતાના વિચારો રજૂ કરતા હેમંત ખવાએ જણાવ્યું હતું કે, વર્ષ ર૦૧૪ માં ખેડૂતોની આવક ડબલ કરવાની વાતો કરવામાં આવતી હતી, પરંતુ છેલ્લા દસ વર્ષમાં ખેડૂતોની આવકને બદલે ખર્ચ ડબલ થઈ ગયેલ છે. વર્ષ ર૦૧૪ માં ડી.એ.પી. ખાતરનો ભાવ ₹ ૭પ૦ હતો જે વર્ષ ર૦ર૪ માં ₹ ૧૩પ૦ અને એન.પી.કે. ખાતર જે વર્ષ ર૦૧૪ માં ₹ ૧૩પ૦ છે અને એન.પી.કે. ખાતર જે વર્ષ ર૦૧૪ માં ₹ ૬૭૦ નું મળતું હતું તે આજે વર્ષ ર૦ર૪ માં ડબલ કરતા પણ વધારે એટલે કે ₹ ૧૪૦૦ માં મળે છે. તેની સામે ર૦૧૪ માં કપાસનો ભાવ ₹ ૧૪૦૦ થી ૧પ૦૦ હતો તે હાલ ર૦ર૪ માં પણ ત્યાંનો ત્યાં જ છે.

જ્યારે ખેડૂતોની ખેત પેદાશ ખેતરથી બજારમાં આવે ત્યારે સરકાર દ્વારા નિકાસ બંધ કરીને દેવામાં આવે છે અને જેઓ માલ વેપારીના ગોડાઉનમાં પહોંચી જાય એટલે ફરી નિકાસ ચાલુ કરી દેવામાં આવે છે. જેમાં ખેડૂતોનો માલ સસ્તામાં વેંચાય છે અને વચેટિયાઓ કમાઈ છે. ખેડૂતોને મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનામાં જે મામુલી ₹ ૭પ,૦૦૦ ની સહાય આપવામાં આવે છે તે વર્તમાન મોંઘવારીના સમયમાં ખૂબ જ ઓછી છે માટે ખેડૂતોને પાક સંગ્રહ સ્ટ્રકચર બનાવવા માટે બે લાખ સહાય આપવામાં આવે તો ખેડૂત પોતાનો માલ વિપરિત સંજોગોમાં પણ સંગ્રહ કરી શકે અને પૂરતો ભાવ મેળવી શકે તેવી પણ હેમંત ખવાએ માંગણી કરી હતી.

ઉપરાંત છેલ્લા એકાદ-બે વર્ષથી ખેડૂતોને સમયસર યુરિયા મળતું નથી અને જ્યારે મળે છે ત્યારે ખેડૂતોની મજબૂરીનો ફાયદો ઊઠાવી નેનો યુરિયા ખાતર ફરજિયાતપણે આપવામાં આવે છે જે બંધ કરવા રજૂઆત કરી છે. સર્ટીફાઈડ જાતોના બિયારણોના વિતરણ માટેની યોજના દ્વારા સારૂ બિયારણ ખેડૂતોને મળી રહે એવી વ્યવસ્થા સુદૃઢ બનાવવી જોઈએ, પરંતુ વર્તમાન બજેટમાં સર્ટીફાઈડ બિયારણ વિતરણ માટે આ સરકાર દ્વારા ₹ ૩ લાખ ૩ર હજાર કરોડના બજેટમાં માત્ર ₹ ૮૦ કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે, જે ખરેખર ખેડૂતોની મશ્કરી સમાન છે.

સાગર ખેડૂત યોજના અંતર્ગત જે રીતે માછીમારી કરતા ભાઈઓને સસ્તુ ડીઝલ આપવામાં આવે છે તેવી જ રીતે અનાજ પકવતા ખેડૂતોને પણ ડીઝલમાં વેટ રાહત આપવા અંગે રજૂઆત કરી હતી, જ્યારે કોઈ ખેડૂત પોતાની વાડીમાં શ્રમ કરતા હોય અને તે દરમિયાન અકસ્માતે મૃત્યુ પામે ત્યારે સમગ્ર પરિવાર નિરાધાર બની જતો હોય છે. આવા સંજોગોમાં વીમા કંવચ અંતર્ગત માત્ર ₹ ર લાખ સહાય આપવામાં આવે છે તે વધારીને ₹ પ લાખ કરવા જણાવ્યું હતું.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને દિવસે વીજળી આપવા માટે કિશાન સૂર્યોદય યોજનાની ખૂબ મોટા પાયે જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ એકાદ મહિનો દિવસે વીજળી આપીને ફરીથી લોડ શેડીંગના નામે રાત્રે વીજળી આપવામાં આવે છે. ખેડૂતોને જે ત્રણ લાખના ધિરાણ પર વ્યાજ સહાય આપવામાં આવે છે તેમાં વધારો કરી પાંચ લાખ કરવા માંગણી કરી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh