Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના મુંગણીમાં હત્યાનો પ્રયાસ કરનાર છ આરોપીને સાત વર્ષની કેદસજા

૧૪ વર્ષ પહેલાં નવ સામે કરાઈ હતી ફરિયાદઃ

જામનગર તા. ૯: જામનગરના મુંગણી ગામમાં ૧૪ વર્ષ પહેલાં એક પરિવાર પર બે મહિલા સહિત નવ વ્યક્તિએ સશસ્ત્ર હુમલો કર્યાે હતો. પોલીસે રાયોટીંગ તથા હત્યા પ્રયાસની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો હતો. તે કેસ ચાલી જતા અદાલતે છ આરોપીને હત્યા પ્રયાસના ગુન્હામાં સાત વર્ષની કેદની સજા ફટકારી છે.

જામનગર તાલુકાના સિક્કા નજીક આવેલા મુંગણી ગામમાં વસવાટ કરતા વીરાજી હાજાજી જાડેજાના પુત્રી હંસાબાના લગ્ન અગાઉ નવલસિંહ દેશળસિંહ કેર સાથે થયા હતા. તે પછી હંસાબાએ કોઈ કારણથી આત્મહત્યા વ્હોરી લીધી હતી. તેના કારણે બંને પરિવાર વચ્ચે મનદુખ થયું હતું.

તે દરમિયાન ગઈ તા.૬-૧૧-૨૦૧૦ના દિને નવલસિંહ તેમજ કિશોરસિંહ અમરસિંહ, અનિરૂદ્ધસિંહ કિશોરસિંહ, રાજેન્દ્રસિંહ કિશોરસિંહ, પૃથ્વીરાજસિંહ નવલસિંહ, ભીખુભા દેશળજી, અજીતસિંહ દેશળજી, ઝીણાબાઈ, આશાબા કિશોરસિંહ નામના વ્યક્તિઓ તલવાર, ધારીયા, કુહાડી, ગુપ્તી સાથે રાખી ઉલ્હાસબા વિરાજી જાડેજાના પરિવાર પર હુમલો કરવા ધસી આવ્યા હતા. જેમાં ઉલ્હાસબા, વિરાજી, દિલીપસિંહ, અનિરૂદ્ધસિંહને ગંભીર ઈજા થઈ હતી. ઉલ્હાસબાએ ફરિયાદ કરી હતી.

ઉપરોક્ત ગુન્હો આઈપીસી ૩૦૭ તેમજ રાયોટીંગની કલમ હેઠળ નોંધાયો હતો. આ કેસ જામનગરની અદાલતમાં ચાલવા પર આવતા ફરિયાદી પક્ષે દલીલ કરી હતી કે, સાસુએ પોતાના જમાઈ તથા ભાણેજ સામે ફરિયાદ નોંધાવી હતી, ઈજાગ્રસ્તોએ આપેલા પુરાવા રજૂ થયા છે, હથિયારો તથા આરોપીઓની ઓળખ થઈ જવા પામી છે. આરોપીઓએ ગેરકાયદે મંડળી રચી હુમલો કરી હત્યા પ્રયાસ કર્યાે છે.

અદાલતે બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી આરોપી નવલસિંહ કેર, કિશોરસિંહ રાઠોડ, અનિરૂદ્ધસિંહ, ભીખુભા દેશળજી, પૃથ્વીરાજસિંહ, અજીતસિંહ દેશળજીને તક્સીરવાન ઠરાવી હત્યા પ્રયાસના ગુન્હામાં સાત વર્ષની કેદની સજા ફટકારી છે. અન્ય કલમો હેઠળ પણ આરોપીઓને તક્સીરવાન ઠરાવાયા હતા. ફરિયાદી તરફથી વકીલ કિરણભાઈ બગડા, સરકાર તરફથી પીપી ડી.આર. ત્રિવેદી રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh