Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બે દિવસમાં કુલ રૂ.૯૦ લાખ ૩પ હજારની વીજચોરીનું કરાયું ડીટેક્શનઃ
જામનગર તા. ૯: જામનગરની સ્થાનિક પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડની ઓફિસ દ્વારા ત્રણ સપ્તાહ પછી ફરીથી વીજચોરી પર અંકુશ લાદવા શરૂ કરાયેલા ચેકીંગમાં છેલ્લા બે દિવસમાં રૂ.૯૦ લાખ ૩૫ હજારની વીજચોરી મળી આવી છે. વીજ અધિકારીઓએ ગઈકાલે જામનગર શહેરના કાલાવડ નાકા બહારના વિસ્તારો ઉપરાંત દ્વારકા-ઓખામંડળમાં વીજ ચેકીંગ કર્યું હતું. જ્યારે ગુરૂવારે જામનગર શહેરના બેડી વગેરે વિસ્તાર ઉપરાંત આજુબાજુના ગામોમાં અને ખંભાળિયા તથા સલાયાના ગ્રામ્ય પંથકમાં ચેકીંગ કર્યું હતંંંુ.
જામનગરની સ્થાનિક પીજીવીસીએલ કચેરી દ્વારા ત્રણ સપ્તાહના વિરામ પછી ગુરૂવારની વધુ એક વખત વીજ ચોરી પકડી પાડવા ચેકીંગનો દૌર શરૂ કર્યાે છે. જેમાં ગઈકાલે સ્થાનિક અધિકારીઓના વડપણ હેઠળની ૩૧ ટૂકડીએ જામનગર શહેરના અમન ચમન સોસાયટી, હાપા માર્કેટીંગ યાર્ડ રોડ સહિતના કાલાવડના બહારના વિસ્તારોમાં તેમજ દ્વારકા જિલ્લાના ટુંપણી, ચરકલા, અણીયારી, નાગેશ્વર સહિતના ગ્રામ્ય પંથકોમાં ચેકીંગ હાથ ધર્યું હતું.
આ ટૂકડીઓએ ૪૦૪ વીજ જોડાણ ચકાસ્યા હતા. જેમાંથી ૬૯ જોડાણમાં ગેરરીતિ જોવા મળતા તેના ધારકોને રૂ.૩૮ લાખ ૭૦ હજારના પુરવણી બીલ આપવામાં આવ્યા હતા. આ ટૂકડીઓ સાથે સુરક્ષા અર્થે સ્થાનિક પોલીસના ૧૫ જવાન અને ૧૨ એક્સ આર્મીમેન જોડાયા હતા.
ગુરૂવારે વીજ અધિકારીની ૩૬ ટૂકડીએ જામનગરના બેડી તથા ગરીબનગર, ધરારનગર, સદગુરૂ કોલોની ઉપરાંત મોરકંડા, થાવરીયા, ઠેબા, હાપા સહિતના ગ્રામ્ય પંથકો ઉપરાંત ખંભાળીયા અને સલાયાના ગામોમાં વીજ ચેકીંગ કર્યું હતું. જેમાં ૫૩૧ જોડાણ ચકાસાતા તેમાંથી ૮૬ જોડાણમાં ગેરરીતિ જોવા મળી હતી. તેના ધારકોને ૫૨ લાખ ૫ હજારના બીલ આપવામાં આવ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial