Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વારસદારોએ સખત વાંધા લીધા હોવાથી
જોડિયા તા. ૯: વારસદારોએ સખત વાંધો લેતા જોડિયા સિવિલ કોર્ટે ટીંબડી ગામની લાખોની કિંમતી જમીનના દાવા રદ્ કર્યા છે.
જોડિયા તાલુકાના ટીંબડી ગામના આગેવાનો ખેડૂતો વાઘજી ગોવિંદ તથા પ્રવિણ ગોવિંદભાઈએ ચનિયારા ભાવજી કલા તથા તેના વારસો હિતેષ દયાળજી વિગેરે સામે ટીંબડી ગામે આવેલ લાખોની કિંમતની જમીનના હક્ક, અધિકાર માટે જોડિયાની સિવિલ અદાલતમાં રે.દિ.મુ.નં.-(૧) ૩/૧૧ (ર) પ૯/૦૯ (૩) ર૯/૧૦ તથા ર/૧૧ ના ચાર દાવાઓ કરેલા આ દાવા સામે ભાવજી કલા તથા તેના વારસદારોએ વકીલ એસ.કે. રાચ્છ મારફતે હાજર થઈ સખત વાંધા જવાબ રજૂ કર્યા હતાં.
આ દાવામાં વાઘજી ગોવિંદ મારફત દસ્તાવેજો રજૂ કરેલા તથા સોગંદ ઉપર પુરાવા રજૂ કરેલ. આ સામે ભાવજી કલાના વારસદારોએ દસ્તાવેજો, રેવન્યુ રેકર્ડ રજૂ કરીને પુરાવા પર જુબાની આપી હતી.
આ દાવા જોડિયા અદાલતમાં ચાલતા ભાવજી કલાના વારસદારોના વકીલ એસ.કે. રાચ્છ છે. જોરદાર કાનૂની રજૂઆત-દલીલ કરીને દસ્તાવેજો રજૂ કરેલ જોડિયાની અદાલતે પ્રતિવાદીઓ ભાવજી કલાનો બચાવ તથા વકીલની દલીલો ધ્યાનમાં લઈ વાદી વાઘજી ગોવિંદના ચારેચાર દાવા રદ્ કર્યા છે.
પ્રતિવાદીઓ ભાવજી કલા તથા તેના વારસદારો વતી વકીલ એસ.કે. રાચ્છ રોકાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial