Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શાળા પ્રવેશોત્સવના તાયફા છતાં આવું કેમ?: વિપક્ષ
અમદાવાદ તા. ૯: ગુજરાતમાં ધોરણ ૯ અને ૧૦ માં વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ રેસિયો વધીને ૨૩.૨૮ ટકા નોંધાતા રાજ્યમાં શાળા પ્રવેશોત્સવના તાયફા છતાં આ સ્થિતિ શા માટે સર્જાઈ, તેવા સવાલો વિપક્ષો ઉઠાવ્યા છે.
ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવોના તાયફા છતાં ધોરણ ૯-૧૦ માં વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ રેશિયો ૨૩.૨૮ ટકા જેટલો ઊંચો નોંધાયો છે.
શિક્ષણ વિભાગની વિગતોને ટાંકીને આવી રહેલા અહેવાલો મુજબ રાજ્યમાં ધોરણ ૧ થી ૫ માં ૧.૧૭ ટકા ડ્રોપ આઉટ રેટ, ધો. ૬ થી ૮માં ૨.૯૮ ટકા અને ધોરણ ૧૧-૧૨માં ૬.૧૯ ટકા ડ્રોપ આઉટ રેટ જોવા મળ્યો છે. ધોરણ ૯-૧૦ માં સૌથી વધુ બોટાદ જિલ્લામાં ૩૪.૪૫ ટકા અને સૌથી ઓછો રાજકોટ મ્યુનિ.માં ૮.૫૩ ટકા ડ્રોપ આઉટ રેટ જોવા મળ્યો છે.
રાજ્ય શિક્ષણ વિભાગના જણાવ્યા મુજબ ગુજરાતમાં ધોરણ ૯ થી ૮ અને માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ ડ્રોપ આઉટ રેેટ વધારે છે.
સુત્રોના જણાવ્યા મુજબ આ બાળકોના સરવે માટે તમામ જિલ્લાના શિક્ષણના અધિકારીઓને ઉદ્દેશી એક પરિપત્ર જારી કરાયો છે. જેમાં જણાવ્યું છે કે, ૧૫ ફેબ્રુઆરી-૨૦૨૨ ના દ્વારા રાજ્યમાં ડ્રોપ-આઉટ બાળકો જુદા જુદા કારણોથી અધવચ્ચેથી શાળા છોડી દીધેલા, રખડતા, ભટકતા, ભીખ માગતા બાળકોના શિક્ષણ માટેની કાર્યવાહી કરવા જિલ્લા કક્ષાએ નોડલ અધિકારીની નિમણૂક કરવાની થાય છે.
શાળા પ્રવેશોત્સવ દરમિયાન ધોરણ ૮ ના તમામ બાળકો ધોરણ ૯ માં નામાંકન થાય તેના માટે પ્રયાસો કરવા છતાં ઘણાં બાળકો અનટ્રેક છે. આથી આવા અનટ્રેક બાળકોનો સરવે કરવાનો થાય છે. આ સરવેની કામગીરી આગામી ૩૧ નવેમ્બર સુધીમાં પૂર્ણ કરવાની રહેશે. આ વિગતમાં શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લા અને મહાનગરોના ડ્રોપ આઉટ થયેલા બળકોની વિગતો જારી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
શિક્ષણ વિભાગે વર્ષ ૨૦૨૨ ની સ્થિતિએ જારી કરેલ ડ્રોપ આઉટ રેટમાં આશ્ચર્યજનક બાબત એ છે કે, ધોરણ ૮ પછી અધવચ્ચે ભણવાનું છોડી દેનારા વિદ્યાર્થીઓની ટકાવારી ગર્લ્સની સરખામણીએ બોયઝનો રેટ ઊંચો જોવા મળ્યો છે. ધોરણ ૯-૧૦ માં કુલ ડ્રોપ આઉટ રેટ ૨૩.૨૮ ટકા છે. જેમાં બોયઝનો ૨૪.૯૭ અને ગર્લ્સનો ૨૧.૨૪ ટકા જોવા મળ્યો છે. આવી જ રીતે ધોરણ ૧૧-૧૨ માં બોયઝનો ડ્રોપ આઉટ રેટ ૭.૦૯ ટકા નોંધાયો છે. દ્વારકા જિલ્લાના કુલ ડ્રોપ આઉટ રેટ પણ ૩૫.૪૫ ટકા નોંધાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial