Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરાના હસ્તે
ખંભાળીયા તા. ૯: રાજ્યના પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાએ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળીયા તાલુકાના કાકાભાઈ સિંહણ ગામની મુલાકાત લઈને ગામમાં આવાસ યોજનાના વિવિધ લાભાર્થીઓને ગૃહપ્રવેશ કરાવ્યો હતો. પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના અંતર્ગત સહાય દ્વારા ગામના અલગઅઅલગ વિસ્તારમાં તૈયાર થયેલ મકાનોમાં મંત્રી લાભાર્થીઓ પ્રવિણભાઈ ગોરડિયા, અમૃતલાલ ડગરા અને કમાભાઈ ડોરું તેમજ પરિવારોની મુલાકાત લીધી હતી. ઘરોને રંગોળી, આસોપાલવના તોરણ અને ફૂલો દ્વારા ઘરોને શણગારમાં આવ્યા હતાં. તેમજ લાભાર્થીઓએ મંત્રીનું ઉષ્માભર સ્વાગત કર્યું હતું.
મૂળુભાઈ બેરાએ મુલાકાત દરમ્યાન લાભાર્થીઓ પાસેથી મળેલી સહાયની વિગત મેળવી હતી તેમજ ખબર અંતર પૂછ્યા હતાં, વધુમાં ઘર આંગણે ઉગાડેલા વૃક્ષો, સારી રીતે બંધાયેલ મકાન, બાળકીઓ દ્વારા બનાવેલ રંગોળી વગેરેની પ્રશંસા કરી હતી. મંત્રીએ અન્ય ગ્રામજનો સાથે પણ સંવાદ કરીને તહેવારોની શુભેચ્છા પાઠવી હતી તેમજ સરપંચના ઘરે સ્થાનિક અગ્રણીઓ સાથે બેઠક કરી હતી.
વધુમાં મંત્રીએ ૦૬ મહિનામાં આવાસ પૂર્ણ કરનાર લાભાર્થીને મળતી ૨૦ હજારની પુરસ્કાર રકમ વધુને વધુ લાભાર્થીઓને મળે તે રીતે કાર્ય કરવા અમલીકરણ અધિકારીઓને સૂચન કર્યું હતું. આ પ્રસંગે નાયબ જિલ્લા વિકાસ અધિકારી પૃથ્વીરાજસિંહ ગોહિલ, તાલુકા વિકાસ અધિકારી કે.વી. શેરઠીયા, જિલ્લા વિકાસ એજન્સી તેમજ અન્ય સંબંધિત કર્મચારીઓ, તલાટી અને ગામ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial