Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એપ્રિલ-ર૦૦પ પહેલા પસંદગી પામેલા
ખંભાળિયા તા. ૯: આખરે રાજ્ય સરકારે તા. ૧-૪-ર૦૦પ પહેલા ભરતી થયેલા કર્મચારીઓ માટે જુની પેન્શન યોજના લાગુ કરી છે. આ અંગે પરિપત્રો થતા કર્મચારી વર્તુળોમાં આનંદની લાગણી ફેલાવા પામી છે.
ગુજરાત રાજ્યના શૈક્ષણિક કર્મચારી સંઘ, મહામંડળ, પ્રાથમિક શિક્ષક સંઘ, રાજ્ય કર્મચારી મંડળ દ્વારા તા. ૧-૪-ર૦૦પ પહેલા ભરતી થયેલા કર્મચારીઓને જુની પેન્શન યોજના લાગુ કરવા આંદોલનો થયેલા તે પછી સરકારે હા પાડી હતી તે યોજના લાગુ કરવા નણા વિભાગના નાયબ સચીવ ભાવિના રાઠોડની સહીથી ગઈકાલે પરિપત્ર થતાં કર્મચારીઓમાં આનંદની લાગણી ફેલાઈ છે.
સરકાર દ્વારા જાહેર કરેલ પરિપત્રમાં માન્ય ભરતી બોર્ડ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા બીનસરકારી અનુદાનીત સંસ્થાઓમાં સક્ષમ કક્ષાએથી મંજુર જગ્યાઓ પર માન્ય ભરતી પ્રક્રિયા મારફતે તા. ૧-૪-ર૦૦પ પહેલા પસંદગી પૂર્ણ થઈ હશે તેમને જુની પેન્શન યોજનાનો લાભ મળશે.
આ જુની પેન્શન યોજનાનો લામ જે કચેરીઓમાં જુની પેન્શન યોજના લાગુ પડતી હોય તેમને મળશે તે સિવાયની કોઈ કચેરીઓને નહીં મળે તથા ભરતીનું પરિણામ તા. ૧-૪-ર૦૦પ પહેલા જાહેર થયું હોય તથા વહીવટી કે કોર્ટ કેસમાં નિયુક્તિ ર૦૦પ પછી કે ત્યારે મળેલ હોય, તા. ૧-૪-ર૦૦પ ના ફીક્સ પગારનો નિયત સમય પૂર્ણ થયો હોય તેમને પણ મળી શકશે.
શૈક્ષણિક સંઘ તથા મહામંડળોની માંગણીઓ મુજબ ચાર્જ એલાઉન્સ-મુસાફરી તથા દૈનિક ભથ્થા બાબતે પણ પરિપત્ર મોકલાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial