Advertisement
Author: નોબત સમાચાર

સુરાપુરા કારૂડાડા વારોતરિયા રણ ખાંભી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

રાણાવાવ તાલુકાના વાળોત્રા ગામમાં

જામનગર તા. ૯: પોરબંદર જિલ્લાના રાણવાવા તાલુકાના વાળોત્રા ગામે મીણસાર નદીના તટે સમસ્ત વારોતરિયા પરિવારના સુરાપુરા કારૂડાડા વારોતરિયા રણ ખાંભી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું તા. ૧૧/૧૧ અને ૧ર/૧૧ એમ બે દિવસ માટે આયોજન કરવામાં આવ્યું છે.

તા. ૧૧-૧૧-ર૦ર૪ ના સોમવારે મહાપ્રસાદ, સમસ્ત વાળોત્રા ગ્રામજનો તથા મહેમાનોની ઉપસ્થિતિમાં સાંજે ૭ થી ૧૦ વાગ્યા સુધી યોજાશે. રાત્રે ૧૦-૩૦ થી સવારે ૭ વાગ્યા સુધી રણ ખાંભી ધાન્યાધીવાસ, રાત્રિ જાગરણ, રાસ મંડળીના કાર્યક્રમ યોજાશે.

તા. ૧ર/૧૧ ના મંગળવારે સવારે ૮ વાગ્યે યજ્ઞનો આરંભ થશે. સવારે ૧૧ વાગ્યે મૂર્તિ પૂજા, મહાઅભિષેક, મૂર્તિ પ્રવેશ, બપોરે ૧-૧પ થી ર-૧પ સુધી પ્રાણ પ્રતિષ્ઠા, ધ્વજારોહણ, મહાઆરતી તથા પ્રસાદ યોજાશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh