Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સિવિલ હોસ્પિટલમાં ઈમરજન્સી ડિક્લેર કરાઈઃ ભીડ હોવાથી જાનહાની વધતા હાહાકાર
રાવલ૫ીંડી તા. ૯: પાકિસ્તાનના કવેટામાં રેલવે સ્ટેશને ભયાનક બોમ્બ વિસ્ફોટ થતા રપ ના મોત થયા છે, અને ૩૦ થી વધુ ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલો પછી હાહાકાર મચી ગયો છે.
પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમ બલૂચિસ્તાનમાં કવેટા રેલવે સ્ટેશનની નજીકમાં ભયાનક બોમ્બ વિસ્ફોટ થયો હતો જેમાં ૨૫ લોકોએ જીવ ગુમાવી દીધા છે. જ્યારે અન્ય ૩૦ થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયાની માહિતી મળી રહી છે.
આ ઘટના સાથે જ બલૂચિસ્તાનમાં ફરી અરાજકતા ફેલાઈ છે. પાકિસ્તાનની મીડિયાના અહેવાલો અનુસાર આ વિસ્ફોટ રેલવે સ્ટેશનના બુકીંગ કાર્યાલયની પાસે થયો હતો. ટ્રેન પ્લેટફોર્મ પર પહોંચે તે પહેલાં જ આ ભયાનક બોમ્બ વિસ્ફોટ થયો હતો. જો કે વિસ્ફોટ સમયે પ્લેટફોર્મ પર પ્રવાસીઓની મોટી ભીડ હોવાના કારણે મોટાપાયે જાનહાનિ સર્જાઈ હોવાનું જાણવા મળેલ છે.
પોલીસ અને બચાવકર્મીએ ઘટના સ્થળે પહોંચીને ત્વરિત કાર્યવાહી શરૂ કરી હતી. કવેટાની સિવિલ હોસ્પિટલમાં પણ ઈમરજન્સી જાહેર કરી દેવામાં આવી છે અને વધારાના ડોકટરો અને સહાયક કર્મચારીઓને તહેનાત કરી દેવામાં આવ્યા છે.
રેલવેના અધિકારીઓના અહેવાલ અનુસાર જાફર એકસપ્રેસ સવારે ૯ વાગ્યે પેશાવર માટે રવાના થવાની હતી. વિસ્ફોટ થતાં જ ટ્રેનને અટકાવી દેવામાં આવી હતી. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. મૃતકાંક વધવાની આશંકા વધી ગઈ છે.
આ ઘટના બલૂચિસ્તાનમાં અશાંતિમાં વધારો કર્યો છે. આ બોમ્બ બ્લાસ્ટથી રેલવે સ્ટેશનના બુકિંગ ઓફિસમાં ટ્રેન પ્લેટફોર્મ પર પહોંચે તેની પહેલા વિસ્ફોટ થયો હતો.
પાડોશી દેશ પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમમાં આતંકવાદી હુમલામાં સતત વધારો અને દક્ષિણમાં વધી રહેલા ભાગલાવાદી બળવાથી ઝઝૂમી રહ્યું છે. મળતી માહિતી અનુસાર, રેલવે સ્ટેશનની અંદર વિસ્ફોટ ત્યારે થયો જ્યારે પેશાવર જતી એકસપ્રેસ ટ્રેન તેના ગંતવ્ય માટે રવાના થવાની હતી.
આ પહેલા ગુરૂવારે પણ ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનમાં સુરક્ષાદળોને લઈ જઈ રહેલા વાહનની નજીક પર બોમ્બ વિસ્ફોટ થયો હતો, જેમાં ચાર અધિકારીઓના મોત થયા હતાં અને પાંચ અન્ય ઈજાગ્રસ્ત થયા હતા, અધિકારીઓએ જણાવ્યું હતું. ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના દક્ષિણ વજીરિસ્તાન જિલ્લામાં રોડસાઈડ બોમ્બ વિસ્ફોટ થયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial