Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
માત્ર પાંચ કલાકમાં પહોંચાશે ભરૂચ
જામનગર તા. ૯: ગુજરાતમાં દેશનો સૌથી લાંબો ૩૦ કિ.મી.ની લંબાઈનો બ્રીજ દરિયામાં બનાવવાની યોજના કરવામાં આવી રહી છે. જેનાથી જામનગર-ભરૂચ સુધીનું અંતર માત્ર પાંચ કલાકમાં કાપી શકાશે.
જામનગરથી ભરૂચ વાયા ભાવનગરનો નવો નેશનલ હાઈવે બનવા જઈ રહ્યો છે. તેમાં ૩૦ કિ.મી.ની લંબાઈનો બ્રીજ દરિયામાં બનશે. આ અંગે સર્વે માટે બીડ મંગાવાઈ છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થતા કિંમતી સમય અને ઈંધણનો બચાવ થશે.
ભારત સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા તથા ભારતમાળા પરિયોજના એન્ડ સોશ્યલ પ્રોજેક્ટ સેલ દેશભરમાં આઠ પ્રોજેક્ટ લોન્ચ કરવમાં આવ્યા છે. તેમાંથી બે પ્રોજેક્ટ ગુજરાતને મળ્યા છે. તેમાંથી પ્રથમ પ્રોજેક્ટ જામનગર-રાજકોટ - ભાવનગર ર૪૮ કિ.મી.નો ફોર અથવા સીક્સ લેન જ્યારે બીજો પ્રોજેક્ટ જામનગરથી ભરૂચ સુધીનો ૬૮ કિ.મી.નો છે. જેમાંથી ૩૦ કિ.મી.નો રૂટ દરિયામાં બ્રીજ મારફત બનશે. આમ બન્ને મળીને કુલ ૩૧૬ કિ.મી.ની લંબાઈનો કોરીડોર બનાવાશે. તેમાં જામનગરથી ભાવનગરના હૈયાત રૂટનું નવીનીકરણ કરીને ઉપયોગ કરાશે. જો કે, આ અંગેનો આખરી નિર્ણય હવે પછી લેવામાં આવશે.
આ પ્રોજેક્ટ માટેનો ડીપીઆર તૈયાર કરવા માટે ૧૫ કંપનીઓએ બીડ કરી છે. આ કંપની ૫૪૦ દિવસમાં ડીપીઆર તૈયાર કરશે. આ પ્રોજેક્ટથી સૌરાષ્ટ્રથી સુરત - મુંબઈ સુધીનું અંતર ઘટશે, એટલે કે, જામનગરથી સુરતનું અંતર ઘટીને ૩૯૨ કિ.મી.નું થશે. એટલે કે ૧૩૫ કિ.મી.નું અંતર ઘટવા પામશે. જો કે, સૌથી વધુ ફાયદો ભાવનગરને થશે. ભાવનગરથી માત્ર એક કલાકમાં ભરૂચ પહોંચી શકાશે. આમ ઈંધણ અને સમયની ભારે બચત થશે. ખાસ કરીને ભાવનગરથી ભરૂચ વચ્ચે દરિયામાં ૩૦ કિ.મી.નો દેશનો સૌથી લાંબો બ્રીજ બનાવાશે. જે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. આગામી છ થી આઠ માસમાં ડીપીઆર તૈયાર થઈ જશે. આ પછી રોડ બ્રીજ માટેનો કોન્ટ્રાક્ટ આપવામાં આવશે. આમ આગામી વર્ષોમાં જામનગરથી સુરત-ભરૂચનું અંતર ઘટવાથી લોકોને ઝડપથી પહોંચી શકાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial