Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતમાં શિયાળુ પાક માટે ખેડૂતોને પૂરતું ખાતર મળતું નથી...!

કિસાન કોંગ્રેસના નેતાનો આક્રોશ

જામનગર તા. ૯: શિયાળુ પાક વાવવા માટે ખેડૂતો તૈયાર છે ત્યારે સમગ્ર રાજ્યમાં ડી.એ.પી. ખાતરની અછત હોય, આ અંગે રાજય કોંગ્રેસ કિસાન પ્રમુખ પાલભાઈ આંબલિયાએ એક નિવેદનમાં જણાવેલ કે, સરકારના ખેતીવાડી ખાતાના અધિકારીઓના અણધડ આયોજનની આ સ્થિતિ સર્જાય છે. બે-ત્રણ વર્ષથી આ ખાતરની અછત  દર વર્ષે શિયાળુ પાક વખતે થાય છે તે શું અધિકારીઓને ખબર નથી...? કે પછી ઈરાદાપૂર્વક ખેડૂતોને હેરાન કરાય છે...? ખાતરના જથ્થા કચ્છના કારખાના કે અંકલેશ્વરના જીઆઈડીસીમાં તો નથી જતા ને...?

રાજય સરકારે બહુ ઉહાપોહ થતા હેલ્પ લાઈન નંબર જાહેર કર્યો છે, પણ આ નંબર પર રાજ્યના મંત્રી કે સચિવોએ ટેસ્ટીંગ માટે વાત કરવી જોઈએ. હેલ્પલાઈન નંબરવાળાને જ હેલ્પની જરૂર છે. તેની પાસે જ કોઈ પુરતી માહિતી નથી, ખેડૂતોને મુર્ખ બનાવાય છે અને લોકોનું ધ્યાન બીજે દોરાવાય છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh