Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જુના કર્મચારીઓ વાગોળે છે ભવ્ય ભૂતકાળઃ
ખંભાળિયા તા. ૯: એક સમયે રાજ્યમાં બીજા ક્રમે આવતી ખંભાળિયા નગરપાલિકાની દયાજનક હાલત તથા ગેરવહીવટ લઈને સવાલો ઊઠી રહ્યા છે. લાખોની રકમ ખોટી રીતે વપરાઈ હોવાથી કલેક્ટર પણ પણ ચોંકી ઊઠ્યા હતાં.
તાજેતરમાં ખંભાળિયા પાલિકાના સફાઈ કામદારો તેમના પડતર પ્રશ્નો અં હડતાલ પર ઉતરવા તથા ઉપવાસ આંદોલન કરતા જિલ્લા કલેક્ટર પણ પાલિકાના વહીવટમાં કાયમી તથા રોજમદારોના જી.પી.એફ. તથા ઈ.પી.એફ.ની લાખોની રકમ પણ સરકારી સંસ્થામાં ભરવાના બદલે અન્ય ખર્ચમાં વપરાતી જાણી ચોંકી ઊઠ્યા હતાં તથા આ બાબતે વાઉચરો હિસાબ જાહેર કરવાનો નક્કી થયો છે ત્યારે જુના પીઢ કર્મચારીઓ પાલિકા ખંભાળિયાના ભવ્ય ભૂતકાળ યાદ કરે છે.
ખંભાળિયા પાલિકામાં વહીવટદાર તરીકે ડે. કલેક્ટર બી.જી. પ્રજાપતિ હતાં ત્યારે ઓક્ટ્રોય ફી સમાપ્તિ થઈ અને સરકારી ગ્રાન્ટ આપવાની શરૂઆત થઈ હતી ત્યારે સમગ્ર રાજ્યમાં બીજા નંબરની સદ્ધર નગરપાલિકા સૌરાષ્ટ્રમાં પ્રથમ આવતા રાજ્ય સરકાર દ્વારા તે સમયે એક કરોડનું ઈનામ અપાયેલું તથા ઓક્ટ્રોય ગ્રાન્ટ જિલ્લામાં ૪૪ લાખની જંગી ગ્રાન્ટ અપાતી હતી તેવી સ્થિતિ અત્યારે લાઈટ બીલના પૈસા ભરવા ફાયનાન્સ બોર્ડની લોન લેવી પડે તેવી છે, ત્યારે ખંભાળિયા પાલિકાનો આર્થિક વહીવટ ચર્ચાપાત્ર બનવા સાથે વહીવટી સુધારવા સાથે ખોટા ખર્ચમાં કાપ, નબળા કામોમાં પૈસા ખર્ચ ના થાય તથા કરવેરામાં વધારો વાજબી હોય તેવી રીતે થાય તે માંગ પણ ઉગ્ર થઈ છે.
પૂર્વ પ્રમુખ ગીરૂભા જાડેજાના સમયમાં પાલિકાનું હાલનું અદ્યતન મકાન સરકારની મદદ વગર બનાવેલા હતું તેનો પણ રેકોર્ડ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial