Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જલારામ જયંતીની ઉજવણીના ભાગરૂપે
ખંભાળીયા તા. ૯: ખંભાળીયા શહેરમાં રઘુવંશી લોહાણા પરિવારો-જ્ઞાતિજનો જલારામ મય બની ગયા હતાં તથા જલારામ જયંતીના સમૂહ ભોજન (નાત જમણવાર) થયા હતાં. ત્યારે ખંભાળીયાના તથા હાલ લંડનના લોહાણા અગ્રણી જગદીશભાઈ ગણાત્રાએ જુની યાદ તાજી કરી હતી.
તારીખ ૦૮-૧૧-૧૯૮૬ એટલે કે ૩૯ વર્ષ પહેલાં જલારામ જયંતીના ખંભાળીયામાં જુની લોહાણા મહાજનવાડીમાં નાત જમણની શરૂઆત થઈ હતી.
આ સમૂહ ભોજનની શરૂઆતમાં કીસુમું કેન્યાવાળા શેઠ વિઠ્ઠલદાસ નારણદાસ બદીયાણી, પુરૂષોત્તમ પ્રેમજીભાઈ બદીયાણી, જગદીશભાઈ ગણાત્રા તથા રાજકોટથી શેઠ વૃંદાવન ધનજી બરછા પરિવાર જોડાયા હતાં. તેમણે ત્યારે કહ્યું કે નાત જમણનું આ સારૃં કાર્ય દર વરસે ચાલુ રહેવું જોઈએ. ત્યારે લોહાણા યુવક પરિવારના સેક્રેટરી જગદીશ ગણાત્રાએ સમગ્ર નાત જમણવારની જવાબદારી નિભાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial