Advertisement
Author: નોબત સમાચાર

ઈરાને અફઘાની નાગરિકને ટ્રમ્પની હત્યા માટે આપી હતી સોપારીઃ બે શખ્સોની કરાઈ ધરપકડ

સપ્ટેમ્બરમાં ઘડાયેલુ કાવતરૂ યોગ્ય સમયે સમજી-વિચારીને અમલી બનાવવાનો પ્લાન કર્યો હતોઃ

નવી દિલ્હી તા. ૯: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટી હારી જશે, તેવી ગણતરી સાથે ઈરાને તેમની હત્યાનું કાવતરૂ ઘડ્યું હતું, તેવા ખુલાસાએ સનસનાટી ફેલાવી છે. આ અંગે બે આરોપીની ધરપકડ થઈ છે.

એવો સનસનીખેજ ખુલાસો થયો છે કે ઈરાને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્ની હત્યા કરવાની યોજના બનાવી હતી. મેનહટનની ફેડરલ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી ફોજદારી ફરિયાદમાં આ વાત કહેવામાં આવી છે, જે મુજબ ઈરાનના અર્ધલશ્કરી રિવોલ્યુશનરી ગાર્ડના ફરહાદ શકીરી નામના અનામી અધિકારીને ટ્રમ્પની દેખરેખ અને હત્યાની જવાબદારી સોંપવામાં આવી હતી.

ઈરાને સપ્ટેમ્બરમાં જ આ યોજના બનાવી હતી અને તેને એક સપ્તાહની અંદર લાગુ કરવાનો ઈરાદો હતો. ટ્રમ્પની હત્યાના કાવતરામાં ન્યૂયોર્કના બે લોકો પણ સામેલ હતાં. ફરહાદને એમ પણ કહેવામાં આવ્યું હતું કે જો તે સપ્ટેમ્બરમાં આમ કરવામાં નિષ્ફળ જશે તો તેણે યુએસ ચૂંટણી પૂરી થાય ત્યાં સુધી રાહ જોવી પડશે.

ઈરાનને લાગ્યું કે ટ્રમ્પ અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી હારી જશે. આ સ્થિતિમાં ટ્રમ્પને વધારે સુરક્ષા નહીં મળે અને તેમને મારવા આસાન બની જશે. ફરિયાદ અનુસાર શકિરીએ એફબીઆઈને જણાવ્યું કે ઈરાનના એક અધિકારીએ તેમને સાત દિવસમાં હત્યાની યોજના બનાવવા માટે સૂચના આપી હતી, જો કે તેણે એ સમયે તેનું આયોજન કર્યું ન હતું. ટ્રમ્પની હત્યાના કાવતરાનો ખુલાસો તેમની જીતના થોડા દિવસો પછી જ થયો છે.

ઉલ્લેખનિય છે કે અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણી પ્રચાર દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ પર બે વખત જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાઓ દરમિયાન ટ્રમ્પ બચી ગયા હતાં. ફરહાદની સાથે ન્યૂયોર્કના ૩૬ વર્ષિય જોનાથન લોડહોલ્ટ અને ૪૯ વર્ષિય કાર્લિસલ રિવેરા પણ સામેલ હતાં.

આ ઉપરાંત અમેરિકામાં રહેતા બે યહુદી બિઝનેસમેન અને એક ઈરાની-અમેરિકન એક્ટિવિસ્ટ પણ આ કાવતરામાં સામેલ હોવાનું કહેવાય છે. પ૧ વર્ષિય ફરહાદ શકીરી મૂળ અફઘાની છે. લૂંટના કેસમાં યુએસ જેલમાં ૧૪ વર્ષ વિતાવ્યા પછી તેને ર૦૦૮ માં યુએસમાંથી દેશનિકાલ કરવામાં આવ્યો હતો. આ પછી તે ઈરાની સેનામાં જોડાઈ ગયો. અમેરિકી ન્યાય વિભાગે કહ્યું છે કે, રિવેરા અને જોનાથનને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. અમેરિકાના ન્યાય વિભાગે પ૧ વર્ષિય શાકેરીને ઈરાનના અર્ધલશ્કરી રિવોલ્યુશનરી ગાર્ડનો એજન્ટ ગણાવતા કહ્યું કે તે એક બાળક તરીકે અમેરિકા આવ્યો હતો અને ડકેતીના આરોપ પછી ર૦૦૮ માં તેને દેશમાંથી કાઢી મૂકાયો હતો. ફરિયાદીએ કહ્યું કે શાકેરી ફરાર છે અને એવું મનાય છે કે તે ઈરાનમાં છૂપાયો હોઈશકે છે.

શાકેરીએ ન્યૂયોર્કના નિવાસી કાર્લિસ્લે રિવેરા અને જોનાથન લોડહોલ્ટ સાથે મુલાકાત કરી તેમને કાવતરામાં સામેલ કરી લીધા હતાં અને તેમને ટ્રમ્પની સોપારી આપી હતી. રિવેરા અને લોડહોલ્ટ બન્નેને કેસ ચાલે ત્યાં સુધી કસ્ટડીમાં રાખવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે. તેમના વકીલોએ અત્યાર સુધી કોઈ ટિપ્પણી કરી નથી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh