Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૫૦ હજાર રોકડા સહિત રૂ.૧ લાખ ૯૦ હજારની મત્તા ગઈઃ
જામનગર તા. ૯: જોડિયા તાલુકાના તારાણા ગામમાં રહેતા એક પરિવારના ગઈકાલે સવારથી બપોર સુધી માત્ર અઢી કલાક બંધ પડેલા મકાનમાં ચોરી થઈ છે. કોઈ શખ્સ તે મકાનમાં ઘૂસી ગયા પછી અંદરથી રૂ.૫૦ હજાર રોકડા તથા રૂ.૧ લાખ ૪૦ હજારના દાગીના ચોરી કરી ગયા છે.
જોડિયા તાલુકાના તારાણા ગામના દરબારવાસમાં વસવાટ કરતા છત્રપાલસિંહ નરેન્દ્રસિંહ જાડેજા નામના આસામી પોતાના પરિવાર સાથે એક પ્રસંગમાં ભાગ લેવા માટે ગયા પછી તેમના મકાનમાં ગઈકાલે સવારના અગિયાર વાગ્યાથી અઢી કલાકમાં રૂ.૧ લાખ ૪૦ હજારના સોનાના દાગીનાની તથા રૂ.૫૦ હજાર રોકડાની ચોરી થઈ છે.
બપોરે દોઢેક વાગ્યે જ્યારે છત્રપાલસિંહના પરિવારજનો ઘેર આવ્યા ત્યારે તેઓને ચોરીની જાણ થઈ હતી. તેમના મકાનમાં ઘૂસી ગયેલા કોઈ તસ્કરે અંદર કબાટમાં રાખવામાં આવેલા લોકરમાંથી રૂ.૫૦ હજાર રોકડા તેમજ સોનાની નથળી, બે વીટી, માથાનો બોર, ૨૦ ગ્રામ વજનનો સોનાનો હાર, નાકના ત્રણ દાણા મળી કુલ રૂ.૧ લાખ ૪૦ હજારની કિંમતના દાગીના ચોરી કરી લીધા હતા.
જોડિયા પોલીસ સ્ટેશનમાં છત્રપાલસિંહે ફરિયાદ નોંધાવી છે. પોલીસે કુલ રૂ.૧ લાખ ૯૦ હજારની મત્તાની ચોરી કરનાર અજાણ્યા તસ્કર સામે ગુન્હો નોંધી તપાસ આરંભી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial