Advertisement
Author: નોબત સમાચાર

કલ્યાણપુરના વીરપરમાં ખરાબામાંથી ઝડપાયું ગેરકાયદે ખનીજ ખનનઃ ૩૦૦ ટન ખનીજ કબજે

એલસીબી, ખાણખનીજ ખાતાનો દરોડોઃ

જામનગર તા. ૯: કલ્યાણપુરના વીરપર ગામની સીમમાં આવેલા સરકારી ખરાબામાં ગેરકાયદે ખનન કરી બોક્સાઈટ ખોદી કાઢવામાં આવ્યું હોવાની બાતમી પરથી દ્વારકા એલસીબી તથા ખાણ ખનીજ ખાતાની ટૂકડીએ ભૂસ્તર વિજ્ઞાન કચેરીના સ્ટાફને સાથે રાખી પાડેલા દરોડામાં ૩૦૦ ટન ખોદી કઢાયેલું બોકસાઈટ મળી આવ્યું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના વીરપર ગામમાં કેટલાક શખ્સો સરકારી ખરાબામાં ગેરકાયદે ખોદાણ કરી બોક્સાઈટનું ખનન કરતા હોવાની બાતમી પરથી દ્વારકા એલસીબીના સ્ટાફે પીઆઈ કે.કે. ગોહિલના વડપણ હેઠળ ચકાસણી હાથ ધરી હતી.

તે દરમિયાન વીરપર પાસે ગેરકાયદે બોક્સાઈટ ખનન કરી તેનો સંગ્રહ કરવામાં આયો છે તેવી બાતમી મળતા એલસીબી સ્ટાફ તથા ખાણખનીજ વિભાગ અને ભુસ્તર વિજ્ઞાનની કચેરીના સ્ટાફે દરોડો પાડ્યો હતો. ત્યાંથી ૩૦૦ ટન જેટલો બોક્સાઈટનો જથ્થો મળી આવ્યો હતો. એલસીબીએ બોક્સાઈટ ચાળવા માટે ઉપયોગમાં લેવાતા ચારણા ઉપરાંત બોકસાઈટ કબજે કરી લીધુ છે. સ્થળ પરથી કોઈ શખ્સ મળ્યો નથી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh