Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના ગુલાબનગર ડમ્પીંગ પોઈન્ટને સવા લાખ ટન કચરાનો થશે નિકાલ

કંપનીએ ગોઠવી મશીનરી

જામનગરમાં ગુલાબનગર વિસ્તારમાં ઓવરબ્રીજ નજીકના ડમ્પીંગ પોઈન્ટમાં એકત્ર થયેલ આશરે સવા લાખ ટન કચરાના વૈજ્ઞાનિક નિકાલ માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે. કોન્ટ્રાક્ટર કંપની દ્વારા મશીનરી ગોઠવી કચરાનું વર્ગિકરણ કરવાનું શરૂ કરાયું છે. જામનગર શહેરમાંથી એકત્ર થયા દૈનિક કચરાને ગુલાબનગરના ડમ્પીંગ પોઈન્ટમાં ઠાલવવામાં આવતો હતો, જો કે છેલ્લા લાંબા સમયથી આ ડમ્પીંગ પોઈન્ટ બંધ કરી દેવામાં આવ્યો છે, અને અહીં સંગ્રહ થયેલા ૧ લાખ ૩૦ હજાર ટન કચરાના વૈજ્ઞાનિક ઢબે નિકાલ માટે સૌરાષ્ટ્ર એન્વાયરમેન્ટ પ્રા.લિ. નામની કંપનીને આશરે રૂ. ૬ કરોડ ૩૭ લાખનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. આથી કંપની દ્વારા કચરાના વર્ગિકરણ માટે મશીનરી ઈન્સ્ટોલ અને કમિશનીંગનું કામ શરૂ થયું છે. ત્યાં કચરાને ત્રણ વિભાગમાં છૂટો પાડવામાં આવશે જેમાં આર.ડી.એફ. ઈન્ટર મટીરીયલ અને સીડીએમ આમ ત્રણ ભાગમાં કચરો છૂટો પાડવામાં આવશે અને તેનો વૈજ્ઞાનિક ધોરણે નિકાલ કરાશે. આગામી આઠ માસમાં આ તમામ કચરાનો નિકાલ કરવામાં આવનાર છે. આમ આઠેક માસના અંતે ગુલાબનગર વિસ્તાર પ્રદૂષણ, દુર્ગંધ મુક્ત બનશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh