Advertisement
Author: નોબત સમાચાર

નાગાલેન્ડને અલગ બંધારણ - રાષ્ટ્રધ્વજ નહીં અપાય તો યુદ્ધવિરામ થશે ખતમઃ મુઈવા

નાગા વિદ્રોહી સંગઠન એનએસસીએનની ચિમકીઃ

નવી દિલ્હી તા. ૯: નાગાલેન્ડને અલગ બંધારણ અને રાષ્ટ્રધ્વજ નહીં મળે તો ર૭ વર્ષ જુના યુદ્ધવિરામને ભંગ કરાશે, તેવી ચિમકી સરકારને નાગા વિદ્રોહી સંગઠને આપી છે, જેથી બગાવતની આશંકા જાગી છે.

પ્રેસ-મીડિયાના અહેવાલો મુજબ નાગા વિદ્રોહી સંગઠન એનએસસીએન (આઈએમ) એ ધમકી આપી છે કે જો અલગ રાષ્ટ્રધ્વજ અને બંધારણની માગ પૂરી નહીં કરો તો તે સરકારની સાથે પોતાના ર૭ વર્ષ જુના યુદ્ધ વિરામ કરારનો ભંગ કરશે અને પોતાની સશસ્ત્ર હિંસા પર પાછા ફરી જશે, જો કે ૧૯૪૭ માં ભારતની આઝાદીના તાત્કાલિક પછી નાગાલેન્ડમાં હિંસક વિદ્રોહ કરનાર આ જુથે સરકારના વાર્તાકારો સાથે લાંબી શાંતિવાર્તા શરૂ કર્યા પહેલા ૧૯૯૭ માં યુદ્ધ વિરામ કરાર કર્યા હતાં.

તા. ૩ ઓગસ્ટ ર૦૧પ અને એનએસસીએન (આઈએમ) એ સ્થાયી સમાધાન શોધવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં સરકારની સાથે એક રૂપરેખા કરાર પર હસ્તાક્ષર કર્યા હતાં. શુક્રવારે જાહેર એક નિવેદનમાં જુથના મહાસચિવ અને મુખ્ય રાજકીય વાર્તાકાર થુઈંગાલેંગ મુઈવાએ કહ્યું કે 'હું અને પૂર્વ અધ્યક્ષ સ્વર્ગિય ઈસાક ચિશી સ્વૂ શાંતિપૂર્ણ વાતચીત દ્વારા સંઘર્ષના સમાધાન માટે ચર્ચા માટે ગયા અને સશસ્ત્ર આંદોલનને છોડીને શાંતિપૂર્ણ રાજકીય વાતચીત દ્વારા મુદ્દાને ઉકેલવા માટે પૂર્વ વડાપ્રધાનો પી.વી. નરસિંમ્હા રાવ, એચ.ડી. દેવગૌડા, અટલ બિહાર વાજપેયી અને અન્યની પ્રતિબદ્ધતાનું પણ સન્માન કર્યું. જે અનુસાર રાજકીય ચર્ચા ૧ ઓગસ્ટ, ૧૯૯૭ એ શરૂ થઈ અને ત્યારથી ભારત અને વિદેશ બન્નેમાં કોઈ પૂર્વ શરત વિના ૬૦૦ થી વધુ વખત ચર્ચા થઈ, જેના પરિણામ સ્વરૂપ ૩ ઓગસ્ટ, ર૦૧પ એ રૂપરેખા કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.'

સૂત્રોના જણાવ્યા મુજબ એનએસસીએન-આઈએમની સાથે શાંતિ વાર્તા હાલ આગળ વધી રહી નથી, કેમ કે જુથ અલગ નાગા ધ્વજ અને બંધારણની માગ કરી રહ્યું છે, જેને કેન્દ્ર સરકારે ફગાવી દીધી છે. આ સિવાય સરકાર યુદ્ધ વિરામ કરાર પછી એનએસસીએનના અલગ થયેલા જુથની સાથે પણ શાંતિ વાર્તા કરી રહ્યું છે. જે જુથોએ યુદ્ધ વિરામ કરાર કર્યા છે, જેમાં એનએસસીએન-એને, એનએસસીએન-આર, એનએસસીએન કે-ખાંગો અને એનએસસીએન-કે-નિકીનો સમાવેશ થાય છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh