Advertisement
Author: નોબત સમાચાર

જોડિયાધામના શ્રી જલારામ મંદિરમાં જલારામ જયંતીની ભક્તિભાવપૂર્વક ઉજવણીઃ મહાપ્રસાદ

શણગાર તથા પૂ. બાપાની દીપમાળા-આરતી દર્શનઃ

જોડિયાધામઃ જોડિયા ધામમાં લોહાણા મહાજન વાડીમાં આવેલ શ્રી જલારામ મંદિરમાં પૂજ્ય બાપાના મંદિરને લાઈટ ડેકોરેશનથી સજાવટ સાથે જલારામ જયંતીની પૂર્વ સંધ્યાએ ગુરુવારના દીપમાલા સાથે મહાઆરતી કરવામાં આવી હતી. દર ગુરુવારે બાપાની દીપમાળા સાથે મહાઆરતી પૂજારી વિમલભાઈ દ્વારા કરવામાં આવે છે. પૂજ્ય સંત શિરોમણી શ્રી જલારામ બાપાની (રરપ મી જલારામ જયંતી) નિમિત્તે પૂજ્ય બાપાનું પૂજન-અર્ચનવિધિ લોહાણા મહાજનના પ્રમુખ પંકજભાઈ રાયમંગિયા તથા જ્ઞાતિજનો દ્વારા સામૂહિકમાં કરવામાં આવ્યું હતું તેમજ સાંજે ૬-૩૦ દીપમાળાની મહાઆરતી ત્યારપછી લોહાણા જ્ઞાતિની નાત-મહાપ્રસાદ રાખેલ હતો. તેમ મંત્રી ભરતભાઈ ગણાત્રાએ જણાવ્યું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh