Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર જિલ્લામાં તા. ૧૦ નવે. સુધી
જામનગર તા. ૯: મીનીસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ, ભારત સરકાર દ્વારા ૦૩ ઓકટોકબર, ૨૦૨૪ ના પ્રધાનમંત્રી ઈન્ટરર્નશીપ સ્કીમ લોંચ કરવામાં આવેલ છે. જેમાં ટોપ ૫૦૦ કંપનીઓમાં યુવાનોને ઈન્ટર્નશીપ કરવાની તક ઉભી કરવામાં આવી છે.
ઈન્ટર્નશીપ કરવા માટે ઓનલાઈન પોર્ટલ પર અરજી કરવાની રહે છે. ઈન્ટર્નશીપ કરવા ઈચ્છુકોએ અરજી કરવા માટે નીચેની લાયકાતો હોવી જોઈએ.
ઉમેદવારની ઉંમર ૨૧ થી ૨૪ વર્ષની વચ્ચે હોવી જોઈએ. ફૂલ ટાઈમ નોકરી કે અભ્યાસ કરતો ન હોવો જોઈએ. ડીસ્ટન્સ-ઓનલાઈન અભ્યાસ કરતો હોય તે અરજી કરી શકે. કુટુંબની વર્ષ ૨૦૨૩-૨૪ ની વાર્ષિક આવક ૦૮ લાખથી વધુ ન હોવી જોઈએ, હાઈસ્કુલ-હાયર સેકન્ડરી, આઈટસઆઈ, ડીપ્લોમા અને ગ્રેજ્યુએટ પાસ ઉમેદવાર અરજી કરી શકે છે, જેમણે એપ્રેન્ટીસ પૂર્ણ કરેલ છે કે ચાલુ છે તે અરજી કરી શકશે નહીં, ઉમેદવારના કુટુંબના કોઈપણ સભ્ય સરકારી નોકરી કરતાં ન હોવા જોઈએ. લાભ લેવા ઈચ્છુક ઉમેદવારોએ ૧૦-૧૧-૨૦૨૪ પહેલા ઓનલાઈન અરજી કરવાની રહેશે.
આ યોજનાનો લાભ લેવા ઈચ્છતા ઉમેદવારોએ નજીકની રોજગારી કચેરી અથવા આઈટીઆઈનો સંપર્ક કરવાનો રહેશે. તેમ ઔદ્યોગિક તાલીમ સંસ્થા જામનગરના આચાર્યની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial