Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ટીટોડી વાડી પાસેથી ઝડપાયો ઘોડીપાસાનો જુગારઃ ચાર દરોડામાં સવા નવ લાખનો મુદ્દામાલઃ
જામનગર તા. ૯: જામનગરના મસીતિયામાં ગઈરાત્રે ખેતર સ્થિત ઓરડીમાં જામેલા જુગાર પર પોલીસે દરોડો પાડી ૧૨ શખ્સને ગંજીપાના કૂટતા પકડી પાડ્યા હતા. જ્યારે વિજરખી ગામની સીમમાંથી એલસીબીએ જુગાર ઝડપી લીધો છે. જુગાર રમતા, રમાડતા સાત ઝડપાયા છે. હર્ષદમીલની ચાલી નજીક તીનપત્તી રમતા છ શખ્સ મળી આવ્યા છે. ટીટોડી વાડી પાસેથી ઘોડીપાસા વડે જુગાર રમતા આઠ સામે પોલીસે ગુન્હો નોંધ્યો છે. તમામ સ્થળેથી રોકડ, મોબાઈલ, વાહનો મળી કુલ રૂપિયા સવા નવ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
જામનગર નજીક મસીતીયા ગામના ખારી વિસ્તારમાં એક ખેતરમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમી મળતા ગઈ રાત્રે દોઢેક વાગ્યે પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે દરોડો પાડ્યો હતો.
ત્યાં હાજી ઓસમાણભાઈ ખફીના ખેતરમાં તીનપત્તી રમી રહેલા અકરમ ગુલમામદ ખફી, ઈકબાલ ઈસ્માઈલ ખફી, તૌફીક અબ્દુલ દેખાન, યાસીન ફિરોઝભાઈ ખફી, સતીષ હરીશભાઈ મંગી, અકરમ સલીમભાઈ બ્લોચ, અનિલ સોમાભાઈ ચાવડા, હિતેશ ઉર્ફે સાકીડો સોમાભાઈ ચાવડા, હાજી ઓસમાણભાઈ ખફી, અક્ષય દિનેશભાઈ રાઠોડ, રમેશ મુળજીભાઈ વાઘેલા, સુનિલ જ્ઞાનચંદ લાલવાણી નામના ૧૨ શખ્સ મળી આવ્યા હતા. પોલીસે પટમાંથી રૂ.૧,૦ ૯,૪૦૦ રોકડા, ત્રણ બાઈક, એક બલેનો મોટર, નવ મોબાઈલ મળી કુલ રૂ.૬,૮૪,૯૦૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે.
જામનગર-કાલાવડ માર્ગ પર આવેલા વિજરખી ગામની સીમમાં એક ખેતરની ઓરડીમાં જુગાર રમાતો હોવાની બાતમી પરથી આજે વહેલી સવારે સ્થાનિક ગુન્હાશોધક શાખાના સ્ટાફે પીઆઈ વી.એમ. લગારીયા તથા ઈન્ચાર્જ પીઆઈ બી.એન. ચૌધરીની સૂચના તથા પીએસઆઈ પી.એન. મોરી, એ.કે. પટેલના વડપણ હેઠળ કારાભાઈ જેસંગભાઈ લોખીલના ખેતરમાં દરોડો પાડ્યો હતો.
ત્યાં નાલ ઉઘરાવી જુગાર રમાડતા કારાભાઈ જેસંગભાઈ લોખીલ તેમજ જુગાર રમી રહેલા વિજરખી ગામના પરબત મોમાભાઈ સરસીયા, સંજય દયાળજી ચૌહાણ, નેવીમોડા ગામના અમરાભાઈ રાણાભાઈ બાંભવા, ખીમલીયા ગામના મછાભાઈ વેજાભાઈ બાંભવા, મિયાત્રા ગામના દેવાતભાઈ ગોગનભાઈ ચુચર, મહાપ્રભુજી બેઠક પાસે રહેતા અજય લક્ષ્મણભાઈ પરમાર નામના છ શખ્સ મળી આવ્યા હતા. એલસીબીએ પટમાંથી રૂ.૧૦૮૦૦૦ રોકડા, છ મોબાઈલ, બે બાઈક મળી કુલ રૂ.૨૧૮૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે. તમામ સામે પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારાની કલમ ૪, ૫ હેઠળ ગુન્હો નોંધાયો છે.
જામનગરના રણજીત સાગર રોડ પર આવેલી હર્ષદ મીલની ચાલી નજીક કોળીના ડેલામાં ગઈકાલે બપોરે જુગાર રમતા ભીખાભાઈ કડવાભાઈ ધુણસીયા, સંજય રવજીભાઈ ગુજરીયા, ચોથાભાઈ રણછોડ ઢાપા, પ્રતાપ મગનભાઈ ગુજરીયા, મહેશ અરજણભાઈ ડોણાસીયા, રમેશ લક્ષ્મણભાઈ કોળી નામના છ શખ્સને સિટી એ ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફે પકડી પાડ્યા હતા. પટમાંથી રૂ.૬૪૯૦ કબજે કરાયા છે.
જામનગરના ખોજાનાકા વિસ્તારમાં આવેલી ટીટોડી વાડી પાસે ગઈકાલે રાત્રે ઘોડી પાસા ફેકી પૈસાની હારજીત કરી રહેલા મહંમદકેફ હારૂનભાઈ ખંભાળીયાવાલા, મુસ્તુફા સીદીક બોક્સવાળા, અહેમદ અબ્દુલગફાર લખાના, અફઝલ ઈકબાલ ઘાણીવાલા, સલીમ અલીમામદ ડાલુ, રાહીલ હારૂનભાઈ ખંભાળીયાવાલા, સલીમ હાસમભાઈ ડાલુ, ઝફર કાદરભાઈ કાસમાણી નામના આઠ શખ્સ મળી આવ્યા હતા. સિટી એ ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફે રૂ.૨૧૧૨૦ રોકડા કબજે કરી ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial