Advertisement
Author: નોબત સમાચાર

હાલારના બન્ને જિલ્લા સહિત ગુજરાતમાં ખાતરની અછતથી ખેડૂતોને ભારે મુશ્કેલી

ધારાસભ્ય હેમંતભાઈ ખવાની રજુઆત

જામનગર તા. ૯: જામનગર, દેવભૂમિ દ્વારકા સહિત હાલાર અને ગુજરાતભરના મોટાભાગના શહેરોમાં હાલ ખાતરની અછત વર્તાઈ રહી છે. ખાતરની અછતના કારણે ખેડૂતો મિાસણમાં મૂકાયા છે. હાલ શિયાળુ પાકના વાવેતરના શ્રી ગણેશ થવા જઈ રહ્યા છે. આ આવા ખરા ટાણે જ ખાતરની અછત સર્જાતા ખેડૂતોને મુશ્કેલીનો કોઈ પાર નથી. છતાં પણ સરકાર સબ સલામતીના દાવા કરી રહી છે. ત્યારે જામનગર જિલ્લાના જામજોધપુર લાલપુર વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને ખેડૂત નેતા હેમંતભાઈ ખવાએ ખેડૂતોની વેદના સમજી યોગ્ય વ્યવસ્થ કરવા રજુઆત કરી છે.

જામનગર, સૌરાષ્ટ્ર કચ્છ જ નહીં પરંતુ વડોદરાના મોટાભાગના જિલ્લામાં હાલ ખેડૂતો રાસાયણિક ખાતર માટે દર દર ભટકી રહ્યા છે. શિયાળુ  સિઝનની શરૂઆત થઈ ચૂકી છે. ખેડૂતો દ્વારા ખેતરો વાવેતર માટે તૈયાર કરવામાં આવી રહ્યા છે. ત્યારે દર વર્ષની માફક આ વર્ષે પણ ખાતરની તંગી જોવા મળી રહી છે.

ખાસ વાત એ છે કે શુષ્ક પ્રદેશ તરીકેની છાપ ધરાવતા જામનગર જિલ્લામાં જીરૂની ખેતી મોખરે છે. હવે જીરૂના પાકની સિઝનની શરૂઆત થવા જઈ રહી છે. ત્યારે વાવેતર સમયે ખેડૂતોને રાસાયણિક ખાતરની જરૂરિયાત હોવા છતાં ડેપોમાંથી પૂરતા પ્રમાણમાં ખાતર મળતું નથી. અથવા તો જથ્થો કયારે આવશે ? તે મામલે પણ કોઈ ફોડ પાડવામાં આવતો નથી. આથી હવે વાવેતર પાછળ ઠેલવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. ખેડૂતોને જરૂરિયાત હોવા છતાં ખાતર નહીં મળતા ખેડૂતો ખાતર માટે રઝળપાટ કરી રહ્યા છે.

ખેડૂતોના હિત અને તેની આવક બમણી કરવા ડાહી ડાહી વાતો કરતી સરકાર અને સંબંધિત વિભાગના વડાઓ આ અંગે સત્વરે ખેડૂતોના હિતમાં સ્થાનિક વિસ્તારમાં પૂરતા પ્રમાણમાં ખાતરની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh