Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જોડિયામાં જુગાર પર પોલીસનો દરોડાઃ ચાર ઝબ્બેઃ
જામનગર તા. ૬: જામનગરના ધરારનગરમાં તીનપત્તી રમતા સાત મહિલા સહિત આઠ પકડાયા છે. જ્યારે જોડીયામાંથી ચાર પત્તાપ્રેમી મળી આવ્યા છે. બંને સ્થળેથી કુલ રૂ।.૨૨,૩૧૦નો મુદ્દામાલ કબજે કરાયો છે.
જામનગરના ધરારનગર વિસ્તારમાં શનિવારે સાંજે કેટલાક મહિલા અને પુરૂષો જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે દરોડો પાડ્યો હતો. ત્યાંથી ગુણવંતીબેન બટુકભાઈ ગોસાઈ, રેશ્માબેન કાસમભાઈ બાદરાણી, રેશ્માબેન અલ્તાફભાઈ મકરાણી, ભારતીબેન ભીખુભાઈ રબારી, જોશનાબેન રસીકગીરી ગોસ્વામી, રેશ્માબેન કાસમભાઈ સંધી, ચંદ્રાબા નાનભા જેઠવા તેમજ કાસમભાઈ રમઝાનભાઈ બાદરાણી નામના આઠ વ્યક્તિઓ જુગાર રમતા ઝડપાયા હતા. પોલીસે સ્થળ પરથી રૂ. ૧૦,૫૨૦ની રોકડ રકમ કબજે કરી તમામ સામે જુગારધારા હેઠળ કલમ ૧૨ મુજબ ગુન્હો નોંધ્યો છે.
જોડિયા શહેરમાં શનિવારે સાંજે જાહેરમાં તીનપત્તી રમતા ચાર શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા હતા. જેમાં સહીમ નૂરમહંમદ ગાધ, હારૂન કાસમ સાયચા, ફારૂક હાજી ઓડીયા અને કાસમ અકબર સાયચા ઝડપાઈ ગયા હતા. તેમની પાસેથી રૂ।.૧૧,૭૯૦ની રોકડ રકમ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial