Advertisement
Author: નોબત સમાચાર

વીજ ચેકિંગ દરમિયાન પીજીવીસીએલની ટીમને ઓરડામાં પૂરી મહિલા સહિત ત્રણે આપી ધમકી

ટોળાને લઈને આવવાની દાટી મારીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૬: જામનગરના વાઘેરવાડામાં શનિવારે સવારે વીજ ચેકીંગ માટે ગયેલી એક ટીમને બે શખ્સ તથા એક મહિલાએ ગાળો ભાંડ્યા પછી ટીમને ઓરડામાં પૂરી દેવામાં આવી હતી. એક શખ્સે ટોળુ લઈને આવવાની ધમકી પણ આપી હતી. પોલીસે ફરજ રૂકાવટ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો છે.

જામનગરમાં પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (પીજીવીસીએલ)ની ટીમ શનિવારે સવારે વાઘેરવાડા નજીક આવેલા ભાયાના ડેલા વિસ્તારમાં વીજ ચેકિંગ માટે પહોંચી હતી. ટીમમાં પીજીવીસીએલના કર્મચારી કોમલબેન રવિભાઈ ચંદારાણા સહિત અન્ય સ્ટાફનો સમાવેશ થતો હતો.

આ ટીમ મુનાવર જુસબ ભાયાના ઘરે વીજ ચેકિંગ માટે પહોંચતા મુનાવર, મૂર્તુજા મુનાવર ભાયા તથા એક અજાણી મહિલાએ ટીમ સાથે બોલાચાલી શરૂ કરી હતી. આ વ્યક્તિઓએ ગાળો ભાંડી ઝપાઝપી કરી કોમલબેન અને તેમના સ્ટાફને એક ઓરડામાં પૂરી દીધા હતા. તે ઉપરાંત આરોપીઓએ *હમણાં ટોળું લઈને આવું છું, તમને બધાને જોઈ લઈશ* તેવી ધમકી પણ આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

આ બનાવ અંગે કોમલબેન રવિભાઈ ચંદારાણાની ફરિયાદના આધારે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજમાં રૂકાવટ સહિતની વિવિધ કલમો હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh