Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
થાંભલો હટાવવા અથવા લાઈટ મૂકવા માગણીઃ
જામનગર તા. ૬: જામનગરના નાગનાથ નાકા પાસે આવેલા એક બિનવારસુ થાંભલા સાથે શનિવારે સાંજે સ્કૂટર ટકરાઈ પડતા બે યુવાન ઘવાયા હતા.
જામનગરના નાગનાથ સર્કલ પાસે ચાર રસ્તા જ્યાં એકત્ર થાય છે ત્યાં કોઈએ બિનવારસુ પોલ ઉભો કરી દીધો છે. તે પોલ સાથે શનિવારે રાત્રે સ્કૂટર પર જઈ રહેલા શાહનવાઝ આરબ તથા શાહનવાઝ રઝાકભાઈ નામના બે યુવાન ટકરાઈ પડ્યા હતા.
તે થાંભલા પર રેડિયમ કે લાઈટ રાખવામાં આવી નથી અને ગાઈડલાઈન પણ દર્શાવાઈ નથી. તેથી વરસાદ અને લાઈટના કારણે આ થાંભલો યુવાનોને ન દેખાતા અકસ્માત સર્જાયો હતો. બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. આરબ જમાતના મંત્રી સાજીદભાઈ તથા લઘુમતી મોરચાના મહામંત્રી હારૂન આંબલીયા સહિતના અગ્રણીઓ હોસ્પિટલ દોડી ગયા હતા. આ થાંભલાને ત્યાંથી હટાવવા અથવા બાઉન્ડ્રી કરી લાઈટ મૂકવા સ્થાનિકોએ માગણી કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial