Advertisement
Author: નોબત સમાચાર

મુંબઈમાં મેઘવૃષ્ટિ વચ્ચે ત્રણ માળનું જર્જરિત મકાન તૂટી પડતા ૬ લોકોના મૃત્યુની આશંકા

ઘણાં લોકો કાટમાળમાં દબાયાઃ રાહત-બચાવ યુદ્ધના ધોરણે

                                                                                                                                                                                                      

મુંબઈ તા. ૬: ભારે વરસાદ વચ્ચે મુંબઈમાં ગત રાત્રે મોટી દુર્ઘટના ઘટી છે. મુંબઈના માનખુર્દમાં બિલ્ડિંગ ધરાશાયી થતા ૬ના મોતની આશંકા સેવાઈ રહી છે. અનેક લોકો કાટમાળમાં દબાયા છે. રાહત-બચાવ યુદ્ધના ધોરણે હાથ ધરાઈ છે.

મુંબઈના માનખુર્દ વિસ્તારમાં રવિવારે રાત્રે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે, જનતા નગરમાં હનુમાન મંદિર પાછળ ચાલ નંબર ૫માં ગ્રાઉન્ડ પ્લસ ૩ માળની ઈમારતના ૨-૩ યુનિટ્સ તૂટી પડયા હતા. આ દુર્ઘટનામાં ૬ લોકોના મોતની આશંકા છે. જયારે ઘણા લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની ભીતિ છે.

ફાયર બ્રિગેડ અને પોલીસ દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી ચાલી રહી છે. આ અંગે મળતી શરૂઆતી માહિતી મુજબ, ઘણા લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની ભીતિ છે.

દુર્ઘટનાની જાણ થતાં જ મુંબઈ ફાયર બ્રિગેડ, સ્થાનિક પોલીસ, બીએમસી વોર્ડનો સ્ટાફ અને એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા.

ફાયર બ્રિગેડની ટીમોએ સ્થળ પર પહોંચીને યુદ્ધના ધોરણે સર્ચ એન્ડ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દીધું છે અને કાટમાળમાં દબાયેલા લોકોને બહાર કાઢવાના સઘન પ્રયાસો કરવામાં આવી રહૃાા છે.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ઈમારતનો હિસ્સો અચાનક તૂટી પડતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી અને નાસભાગ મચી ગઈ હતી. આસપાસના લોકો પણ તરત જ મદદે દોડી આવ્યા હતા અને રાહત કાર્યમાં જોડાયેલી ટીમોને સહકાર આપવા લાગ્યા હતા.

સુરક્ષાના પગલાં રૂપે પોલીસે હાલમાં આખા વિસ્તારની ઘેરાબંધી કરીને નાકાબંધી કરી દીધી છે. તંત્રના જણાવ્યા અનુસાર, હાલમાં રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. વહીવટી વડાઓએ જણાવ્યું છે કે કાટમાળમાં ફસાયેલા લોકોને વહેલી તકે સુરક્ષિત બહાર કાઢવા માટે તમામ એજન્સીઓ પરસ્પર સંકલન સાથે કામ કરી રહી છે.

આ સાથે જ અકસ્માતના ચોક્કસ કારણોની તપાસ પણ શરૂ કરવામાં આવી છે. બચાવ અભિયાન સંપૂર્ણપણે પૂર્ણ થયા પછી જ જાનમાલના નુકસાનનો સાચો આંકડો સામે આવી શકશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh