Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પિતાએ પોલીસને જાણ કરીઃ
જામનગર તા. ૬: જામનગરની એક યુવતી ધરારનગર સ્થિત પોતાના ઘરેથી નોકરી પર જવા માટે નીકળ્યા પછી નોકરીના સ્થળેથી ગુમ થઈ હોવાનું પોલીસમાં જાહેર થયું છે.
જામનગરના બેડેશ્વર નજીક આવેલા ધરાનગર વિસ્તારમાં સલીમ બાપુના મદરેસા પાસે રહેતા રસિકભાઈ ગોરધનભાઈ પીઠડીયાની ૨૨ વર્ષીય પુત્રી ખુશાલીબેન ગઈ તા.૧ની સવારે પોતાના ઘરેથી જોગસ પાર્ક નજીક એક મોલમાં નોકરી પર જવા માટે નીકળ્યા પછી ગુમ થઈ ગયા છે.
આ યુવતી મધ્યમ બાંધો, ગોરો રંગ અને સાડા ચાર ફૂટ ઊંચાઈ ધરાવે છે. આ યુવતી અંગે કોઈપણ પ્રકારની માહિતી હોય તો તેઓએ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના જમાદાર એસ.પી. ચૌહાણનો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial