Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના માટે
ગાંધીનગર તા. ૬: મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાનો લાભ મેળવવા આઈ ખેડૂત પોર્ટલ-૨.૦ પર તા. ૧૫ જુલાઈ સુધી અરજી કરી શકાશે.
જામનગર જિલ્લામાં આવેલ અને રાજ્યની પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલ ગૌશાળા-પાંજરાપોળમાં રાખવામાં આવતા ગાય અને ભેંસ વર્ગના પશુઓ માટે નિભાવ સહાયની 'મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના' નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે આઇ-ખેડુત પોર્ટલ-૨.૦ પર મૂકવામાં આવ્યું છે. યોજનાના ઠરાવ તેમજ શરતો અને બોલીઓની વિગતો ઉપલબ્ધ છે.
એપ્રિલ-૨૦૨૬ થી જૂન-૨૦૨૬ના તબક્કાની સહાય માટે તારીખ આગામી તા.૧૫ જુલાઈ ૨૦૨૬ સુધી આઇ-ખેડૂત પોર્ટલ પર અરજીઓ સ્વીકૃત કરવામાં આવશે. એપ્રિલ-૨૦૨૬ થી જૂન-૨૦૨૬ના તબક્કાની સહાય માટે તા. ૧૫-૦૭-૨૦૨૬ દરમિયાન આઇ-ખેડુત પોર્ટલ-૨.૦ પર અચૂકપણે અરજી કરી લેવાની રહેશે. જે તબક્કા માટે ઓનલાઇન આઇ-ખેડૂત પોર્ટલ-૨.૦ પર અરજી ન કરેલ લાભાર્થી સંસ્થાને તે તબક્કાની સહાય મળવાપાત્ર રહેશે નહીં.
આઈ ખેડૂત ૨.૦માં લાભાર્થી લોગીન કરી ઓનલાઈન અરજી નોંધણી કરવાની ત્યારબાદ આ અરજીને ઓનલાઈન ફરજીયાત સબમિટ કરવાની અને સબમિટ થયા પછી ફરજીયાત પ્રિન્ટ પણ મેળવી લેવી. પોર્ટલ પર અરજી પેન્ડીંગ /ડ્રાફ્ટ રાખવી નહિ અન્યથા આવી પેન્ડીંગ /ડ્રાફ્ટ અરજી પ્રિન્ટ પાના નહિ આવે, તેમજ પોર્ટલ પર આવી નોંધાયેલ અધુરી અરજી માન્ય ગણાશે નહિ જેની ખાસ નોંધ લેવી.
ઓનલાઈન અરજી કર્યા બાદ ઓનલાઇન કરેલ અરજીની પ્રિન્ટ આઉટ લઈ અરજીના પ્રિન્ટ આઉટના બિડાણમાં રાખવાના જણાવેલ જરૂરી સાધનિક કાગળો બિડાણ કરી અચૂકપણે અરજી કર્યાના દિન-૨૧માં નાયબ પશુપાલન નિયામક, જિલ્લા પંચાયતની કચેરીમાં અરજી રજૂ કરવાની રહેશે. ઓનલાઈન કરેલ અરજી તથા અરજીમાં બીડાણમાં જણાવેલ સાધનિક કાગળો સાથે જો લાભાર્થી દ્વારા નાયબ પશુપાલન નિયામક, જિલ્લા પંચાયતમાં દિન-૨૧માં રજૂ ન કરે તો તે અરજી રદ કરવા પાત્ર રહેશે. તેમ નાયબ પશુપાલન નિયામક જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial