Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની આઈટીઆઈ દ્વારા તેજસ્વી ભૂતપૂર્વ તાલીમાર્થીઓનું સન્માન કરાશે

એલ્યુમની મીટ અંતર્ગત ઓનલાઈન નામાંકન શરૃઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૬: વર્ષ ૧૯૫૭થી જામનગરના યુવાનોમાં અવિરત કૌશલ્ય નિર્માણ કરી કુશળ કારીગરો તૈયાર કરતી પ્રતિષ્ઠિત સંસ્થા આઈ.ટી.આઈ. જામનગર દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. સંસ્થામાંથી ભૂતકાળમાં કોઈપણ કોર્સ પૂર્ણ કરી પાસ આઉટ થયેલા અને ત્યારબાદ પોતાની કુશળતા થકી વિશેષ તેમજ ઉજ્વળ કારકિર્દી બનાવી સંસ્થાનું ગૌરવ વધાર્યું હોય તેવા તેજસ્વી તાલીમાર્થીઓનો સન્માન સમારોહ તથા 'એલ્યુમની મીટ ૨૦૨૬' ટૂંક સમયમાં યોજાશે.

ગત વર્ષની સફળતાને જાળવી રાખીને આ વર્ષે પણ યોજાનારા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વર્તમાન પેઢીના યુવાનોમાં ટેકનિકલ કૌશલ્ય અને સ્કીલ ડેવલપમેન્ટ પ્રત્યે અભિરુચિ વધારવાનો તથા તેમને જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા પૂરી પાડવાનો છે. આ સન્માન સમારોહ અંતર્ગત સંસ્થાના ગૌરવ સમાન ભૂતપૂર્વ તાલીમાર્થીઓનું વિવિધ કેટેગરીમાં બહુમાન કરવામાં આવશે.

આ સન્માન પ્રક્રિયાના ભાગરૂપે સંસ્થા દ્વારા ઓનલાઈન નામાંકન મંગાવવામાં આવ્યા છે. આઈ.ટી.આઈ. જામનગરના જે પણ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આમાં ભાગ લેવા ઈચ્છતા હોય, તેઓ ઓફિશિયલ ગુગલ ફોર્મ લિંક પર જઈને પોતાની કારકિર્દીને લગતી સંપૂર્ણ વિગતો આગામી તા. ૧૩/૦૭/૨૦૨૬ સુધીમાં સબમિટ કરી શકશે.

આ સન્માન કાર્યક્રમની ચોક્કસ તારીખ, સ્થળ અને કાર્યક્રમની વિગતવાર રૂપરેખા સંસ્થા દ્વારા આધિકારિક રીતે હવે પછીથી જાહેર કરવામાં આવશે તેમ આચાર્ય આઈ.ટી.આઈ. દ્વારા જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh