Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તસ્કરે નાસ્તો-ઠંડાપીણાંની પણ મોજ માણીઃ
જામનગર તા. ૬: જામનગરના નાનકપુરી વિસ્તારમાં આવેલી એક હોટલમાં શુક્રવારની રાત્રે શટરનું તાળુ તોડી ઘૂસેલા તસ્કરે અંદરથી રૂ।.૯૫ હજારની રોકડ ઉઠાવી છે. ચોરીની સાથે સાથે તસ્કરે અંદર પડેલા નાસ્તા તથા ઠંડાપીણાને ગટગટાવ્યા હતા. ઉપરોક્ત બનાવ ત્યાં મૂકવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કંડારાઈ ગયો છે.
જામનગરના રણજીત સાગર રોડ પર આવેલી નાનકપુરીમાં ગુરૂનાનક મંદિર પાસે રહેતા કમલેશભાઈ વસંતભાઈ માખેજાની સુરેશ હોટલમાં તસ્કરે ત્રાટકી રૂ।.૯૫ હજારની રોકડ ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. શુક્રવારે રાત્રે એક વાગ્યાથી શનિવારે સવારે સવા પાંચ વાગ્યા દરમિયાન કોઈ અજાણ્યા તસ્કરે હોટલના શટરનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો.
આ તસ્કરે ટેબલના ખાનામાં રાખેલા રૂ।.૭૦,૦૦૦ તેમજ અન્ય જગ્યાએ પડેલા રૂ।.૨૫,૦૦૦ મળી કુલ રૂ।.૯૫,૦૦૦ની રોકડ ચોરી કરી ફરાર થઈ ગયો હતો.
ચોરી દરમિયાન તસ્કરે હોટલમાં પડેલા નાસ્તા અને ઠંડા પીણાંની પણ મોજ માણી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કંડારાઈ ગઈ છે. કમલેશભાઈ વસંતભાઈ માખેજાએ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા તસ્કર સામે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial