Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેશી દારૂના ધંધાર્થી મહિલા સહિત ત્રણનો પોલીસ પર હુમલોઃ
જામનગર તા. ૬: લાલપુરના પડાણા ગામથી લખીયા ગામ તરફના રસ્તા પર ગઈકાલે સાંજે દેશી દારૂ પકડવા ગયેલી એલસીબી ટીમ સાથે બોલાચાલી કરી એક મહિલા સહિત ત્રણે ઝપાઝપી કરી હતી અને એક શખ્સે પોતાની મોટર પોલીસની મોટર સાથે ટકરાવી બંનેમાં નુકસાન સર્જયું હતું. આ બાબતની મેઘપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે.
લાલ૫ુર તાલુકાના પડાણા પાસે ગઈકાલે સાંજે એલસીબીના સ્ટાફ દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલિંગમાં સ્ટાફના ક્રિપાલસિંહ જાડેજા સહિતના પોલીસ કર્મચારીઓ સાથે હતા ત્યારે પડાણા ગામથી લખીયા ગામ તરફ જવાના રસ્તા પર દેશી દારૂની હેરાફેરી થઈ રહી હોવાની બાતમી મળી હતી.
હેરાફેરીમાં લાલપુરના પડાણા ગામના ડાઈબેન રામાભાઈ સોરીયા નામના મહિલા સંડોવાયેલા હોવાનંુ અને આ મહિલા સામે અગાઉ પણ દેશી દારૂ અંગે ગુન્હા નોંધાયેલા હોવાનું જાણવા મળતા એલસીબી ટીમ વોચમાં હતી. તે દરમિયાન ડાઈબેન દારૂના જથ્થા સાથે ઝડપાઈ જતા કેસ નોંધાવાની તજવીજ કરાઈ હતી.
આ વેળાએ ડાઈબેને પોતાના સાગરિત પડાણા ગામના મેહુલસિંહ મનુભા જાડેજા ઉર્ફે મુન્નાભાઈ તથા દશરથસિંહ તખુભા જાડેજાને બોલાવી લઈ એલસીબી ટીમ પર દારૂ છોડી મૂકવા અને કેસ ન કરવા માટે દબાણ સર્જયું હતું પરંતુ તેની વાત માનવામાં ન આવતા ડાઈબેને ઉશ્કેરણી કરતા મેહુલસિંહે પોતાની જીજે-૧૧-ડીબી ૯૯૯ નંબરની ફોર્ચ્યુનર મોટર એલસીબી ટીમ જે ખાનગી મોટરમાં દરોડા માટે ગઈ હતી તેની પાછળ ભટકાડી દીધી હતી. જેના કારણે પોલીસની મોટર તથા મેહુલસિંહની મોટરમાં નુકસાન થયું હતું. તે પછી ત્રણેય વ્યક્તિએ ઝપાઝપી કરી હતી. મેઘપર પોલીસ સ્ટેશનમાં ક્રિપાલસિંહે ખુદ ફરિયાદી બની ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે. પીઆઈ પી.ટી. જયસ્વાલે આરોપીઓની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial