Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોલીસને બાતમી આપતો હોવાની ઉભી થઈ હતી શંકાઃ
જામનગર તા. ૬: જામનગરના બેડીના એક યુવાનને પોલીસને બાતમી આપતો હોવાની શંકાથી બે શખ્સે શુક્રવારે રાત્રે રસ્તામાં રોકી લઈ માર માર્યાે હતો.
જામનગરના બેડી વિસ્તારમાં આવેલા નુરીરઝા ચોકમાં રહેતા શાહરૂખ હુસેનભાઈ ઉમરા નામના યુવાન પર શુક્રવારે મધરાતે હુમલો થયો હતો. શુક્રવારે રાત્રે આશરે સાડા બારેક વાગ્યે શાહરૂખભાઈ બેડેશ્વર નજીકના ઓવરબ્રિજ પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન ત્યાં રહેતા રફીક નોતિયાર ઉર્ફે વાંઢો તથા ફિરોજ નોતિયાર ધસી આવ્યા હતા.
આ શખ્સોએ તું અમારી બાતમી પોલીસને કેમ આપે છે? તેમ કહી ગાળો ભાંડી ઢીકાપાટુથી હુમલો કરી માર માર્યાે હતો. આ બનાવ અંગે શાહરૂખ હુસેનભાઈ ઉમરાની ફરિયાદના આધારે પોલીસે બંને આરોપીઓ સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial