Advertisement
Author: નોબત સમાચાર

ધર્મસ્થળોના સંચાલન માટે સનાતન બોર્ડની રચના કરી તમામ ધાર્મિક અધિકારો સુપ્રત કરોઃ શંકરાચાર્ય

અયોધ્યાના મુદ્ે સદાનંદજીની સ્પષ્ટ વાતને જન સમર્થન

                                                                                                                                                                                                      

દ્વારકા તા. ૬: દ્વારકાના શંકરાચાર્યનું અયોધ્યા રામમંદિર મુદ્ે નિવેદન ઉચ્ચકક્ષા સુધી પડઘાયું છે. સનાતન બોર્ડની રચના કરી તમામ અધિકારો સોંપવામાં આવે તેવી શંકરાચાર્ય સદાનંદજીની સ્પષ્ટ વાતને ચોતરફથી સમર્થન મળી રહ્યું છે.

વર્તમાનમાં અયોધ્યા રામ મંદિરમાં બનેલ ઘટનાઓ અંગે દ્વારકાના શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ મોટું નિવેદન આપ્યું હતું. સદાનંદ સરસ્વતીએ આ પ્રકરણે બોલતા જણાવેલ કે આવા બનાવો ન બને તે હેતુ સનાતન ધર્મ સંરક્ષણ સમિતિ સનાતન બોર્ડની રચના કરવામાં આવે જે માન્યતા પ્રાપ્ત સર્વની સંમતિ હોય અને જેને આધીન બધી વ્યવસ્થા હોવી જોઈએ. શાસન પણ સમિતિના અનુશાસનમાં રહેવાનો પ્રયાસ રહે. વધુમાં તેમણે જણાવેલ કે શાસન દ્વારા કરાતી ધાર્મિક વ્યવસ્થામાં ત્યાંના શાસનના અધિકારીઓને શાસ્ત્રીય જ્ઞાનનો અભાવ, ધાર્મિક પરંપરાનો અનુભવ નથી હોતો, વિધિ વિશેષનું પાલન કરવાનું જાણતા નથી, ધર્મના અનુષ્ઠાન કરવાવાળા અધિકારી હોતા નથી. જેમનો જે વિષય છે એમને એજ અધિકાર મળવો જોઈએ અને અયોગ્ય લોકોને કામ મળે તો આવા જ પરિણામ મળશે જે સમજવું જોઈએ. ધાર્મિક જન સમુદાય અયોધ્યા, દ્વારકા, બદ્રીનાથ, તીરૂપતિ વગેરે પરમાત્મા અને ઋષિ મહર્ષિઓની તપોભૂમિ માને છે. સરકાર, શાસન અને નેતાગણ તેને પર્યટનસ્થળ માને છે તેજ મતભેદ છે. લોકો તીર્થયાત્રા કરે ત્યારે આધ્યાત્મિક શકિત પ્રાપ્ત કરવાની કામના હોય. ધર્મસ્થળોમાં આત્યાત્મિક શકિત અને સકારાત્મક ઉર્જા હોય છે જેને પ્રાપ્ત કરવી જોઈએ. એકદર્થ સંચાલન માટે સનાતન ધર્મ સુરક્ષા સમિતિ સનાતન બોર્ડનું નિર્માણ થાય જેની વિધિવત ઘોષણા કરવામાં આવે અને જેમાં દેશના સર્વમાન્ય અને નિર્વિવાદ આચાર્ય, ચારેય શંકરાચાર્ય, પાંચેય વૈષ્ણવાચાર્ય અને અન્ય માન્ય આચાર્યોનો સમાવેશ થઈ શકે.

વધુમાં તેમણે જણાવેલ કે આ રાજનીતિ નથી ધર્મનીતિ છે. ધર્મનીતિમાં ધર્મ અનુસાર જ અનુશાસિત કરી શકાય છે. ભવિષ્યમાં ધર્મસ્થળમાં આવી સ્થિતિ ન બને તે માટે સનાતન બોર્ડની રચના કરી તમામ ધાર્મિક અધિકાર તેમને સોંપવામાં આવે. સરકાર ધર્મનિરપેક્ષ હોય છે અને આ ધર્મનો વિષય છે. મંદિર શાસનના અધિકારથી મુકત થવું જોઈએ અને યોગ્ય લોકોને સમિતિમાં શામેલ કરી તેમને સોંપી દેવું જોઈએ તેવું સૂચન તેમણે કર્યુ હતું.

પૂ. શંકરાચાર્યજીના આ નિવેદનને એક તરફ તો મીડિયા- સોશ્યલ મીડિયાના માધ્યમથી ચોરફત આવકાર સાંપડી રહ્યો છે, તો બીજી તરફ આ પ્રતિભાવ ઉચ્ચકક્ષા સુધી પડઘાયો હોવાનું જાણવા મળે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh