Advertisement
Author: નોબત સમાચાર

અન્ય સાથે વાત કરવાની ના પાડતા પત્નીનો ગળાફાંસોઃ નગરમાં તરૂણીએ કરી આત્મહત્યા

રાજકોટ કામ માટે જતા રહેવાની વાત પછી પતિનો ગળાટૂંપોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૬: કાલાવડના મોટા વડાળામાં એક શ્રમિકે પોતાના પત્નીને અન્ય સાથે ફોન પર વાત કરવાની ના પાડતા પત્નીએ ગળાફાંસો ખાઈ લીધો છે. જામજોધપુરના મોટા વડીયામાં પતિ-પત્ની વચ્ચે રાજકોટ જતા રહેવાની બાબતે બોલાચાલી થતાં પતિએ ગળાટૂંપો ખાધો છે. જ્યારે ખોડિયાર કોલોની વિસ્તારમાં એક તરૂણીએ અકળ કારણથી ગળાફાંસો ખાઈ જીવતર ટૂંકાવ્યું છે.

જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં હિન્દી સ્કૂલ પાસે રહેતા અને શાક બકાલાનું કામ કરતા ભરતભાઈ રઘુભાઈ સોઢા નામના પ્રૌઢની સત્તર વર્ષની પુત્રી નિહારીકાએ ગઈકાલે સવારે કોઈ અગમ્ય કારણથી ગળાફાંસો ખાઈ લીધો છે. આ તરૂણીએ લાકડાની આડીમાં ચુંદડી બાંધી ગળાટૂંપો ખાધો હતો. તેણીનું મૃત્યુ નિપજ્યાનું ભરતભાઈએ પોલીસમાં જાહેર કર્યું છે.

કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામના પાટીયા પાસે દ્વારકાધીશ સ્પીનટેક્સ કંપનીમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ છત્તીસગઢના બિલાસપુર જિલ્લાના વતની સાગરભાઈ તીરથભાઈ ટંડન નામના યુવાને બે વર્ષ પહેલાં અંજુબેન (ઉ.વ.ર૦) સાથે લગ્ન કર્યા હતા. ત્યારપછી અંજુબેન આ કંપનીમાં સાગરની સાથે કામ કરતા સુધીર સાથે ફોનમાં વાત કરતી હોય તેને સાગરે વાત કરવાની ના પાડતા માઠું લાગી આવવાથી ગઈકાલે બપોરે અંજુબેને પોતાની રહેણાંક ઓરડીમાં ચુંદડી વડે ગળાફાંસો ખાઈ લીધો છે. તેણીનું મૃત્યુ નિપજ્યું છે. સાગરભાઈએ પોલીસને જાણ કરી છે.

જામજોધપુર તાલુકાના મોટા વડીયા ગામમાં રહી ડ્રાઈવીંગ કરતા મુળ રાજકોટના મોટા મવાવાળા ભાવેશ રાજુભાઈ વાઘ (ઉ.વ.રપ) તથા તેમના પત્ની ચંદ્રિકાબેન વચ્ચે કામ માટે રાજકોટ જતા રહેવા બાબતે બોલાચાલી થયા પછી ગઈકાલે ભાવેશભાઈએ પોતાના ઘરે છતના હુંકમાં ચાદર વડે ગળાટૂંપો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. કેટરર્સનું કામ કરતા ચંદ્રિકાબેને પોલીસને જાણ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh