Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક શખ્સે માથામાં ઈંટ ફટકારીઃ
જામનગર તા. ૪: જામનગરની ચેમ્બર કોલોનીમાં એક આસામીના મકાનના ચાલી રહેલા કામના સ્થળ પાસે પાડોશીનું લોખંડનું પીંજરૂ પડ્યુ હતું તેને હટાવી લેવાનું કહેવાતા આ આસામી પર ત્રણ શખ્સે હુમલો કરી માર માર્યાે હતો. એક શખ્સે માથામાં પાછળ ઈંટ ઝીંકી દીધી હતી.
જામનગરના સમર્પણ સર્કલ નજીક ચેમ્બર કોલોનીમાં વસવાટ કરતા રાકેશ આનંદભાઈ ગુરૂ નામના પરપ્રાંતીયના મકાનનું હાલમાં કામ ચાલી રહ્યંુ છે. તે સ્થળે ઈમરાન ચના નામના પાડોશીએ બાજુમાં રાખેલુ લોખંડનું પીંજરૂ નડતરરૂપ થતું હોવાથી ગઈકાલે રાકેશે તે પીંજરૂ હટાવી લેવા ઈમરાનને જણાવ્યું હતું.
આ વેળાએ પીંજરૂ નહીં હટાવું તેમ કહી ઈમરાને ગાળો ભાંડી હતી. તેને ગાળો બોલવાની ના પાડતા ઈમરાને ફડાકો ઝીંક્યા પછી તેની સાથે રહેલા સીદીકી ચના, અકરમ ચનાએ ઢીકાપાટુથી માર મારવા ઉપરાંત અકરમે માથામાં ઈંટ ઝીંકી દીધી હતી. રાકેશ આનંદભાઈએ સિટી સી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial