Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને
ખંભાળિયા તા. ૬: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા શહેરના નગરપાલિકા ટાઉન હોલમાં 'વિકસિત ભારત સંકલ્પ સંમેલન'નું યોજાયું હતું. લાયન્સ ક્લબ અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સૌજન્યથી યોજાયેલ વિકસિત ભારત સંકલ્પ સંમેલનમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજીભાઇ બાવળિયાની અધ્યક્ષતામાં જિલ્લાના અગ્રણી ઉદ્યોગપતિઓ, વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતો, પ્રબુધ્ધ નાગરિકો, જનપ્રતિનિધિઓ સહભાગી થયા હતાં.
આ પ્રસંગે પ્રભારીમંત્રીએ ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાનના નેતૃત્વમાં છેલ્લા ૧૨ વર્ષ દરમિયાન ભારતે વિકાસ, સુશાસન અને આત્મનિર્ભરતાના ક્ષેત્રે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. રેલવે ક્ષેત્રે ૧૦૦ ટકા વિદ્યુતીકરણ, અમૃત ભારત સ્ટેશન યોજના, વંદે ભારત ટ્રેનો તેમજ આધુનિક કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સ દ્વારા પરિવહન વ્યવસ્થામાં ગુણાત્મક સુધારો થયો છે. ડિજિટલ ઇન્ડિયા અભિયાન અને યુપીઆઈ ક્રાંતિના કારણે ભારત વિશ્વના અગ્રણી ડિજિટલ અર્થતંત્ર તરીકે ઉભરી આવ્યું છે.
વધુમાં પ્રભારી મંત્રીએ જણાવ્યું કે, ગરીબ પરિવારમાં બીમારી વખતે આર્થિક ધોવાણ થતું આજે વિકાસ માટે પૂરતી ગ્રાન્ટ, ગામને શોભે તેવી પાક્કા ઓરડાવાળી શાળા, આયુષ્માન કાર્ડ થકી મફત સારવાર, ઉપલબ્ધ થઈ છે. આ વિકાસના મૂળમાં વડાપ્રધાનશ્રીનું લોકહિત માટેનું સતત ચિંતન અને પ્રયાસો છે. વડાપ્રધાને તેમના રાજ્યના મુખ્યમંત્રીકાળ દરમ્યાન વિકાસની નવી કેડી કંડારી છે, જેના પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ આપણું રાજ્ય ઊર્જા, ઔદ્યોગિક વિકાસ, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નવીનીકરણીય ઊર્જાના ક્ષેત્રે દેશનંં અગ્રણી રાજ્ય બની રહૃાું છે. વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પાર્ક, સેમિકન્ડક્ટર ઉદ્યોગો તથા આધુનિક કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સ થકી રાજ્ય વિકાસની નવી ઊંચાઈઓ તરફ અગ્રેસર છે. વિકસિત ભારત-૨૦૪૭'ના સંકલ્પને સાકાર કરવા કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલા સર્વસમાવેશી અને સર્વવ્યાપી વિકાસકાર્યોનો લાભ સમાજના દરેક વર્ગ સુધી પહોંચ્યો છે.
વધુમાં પ્રભારીમંત્રીએ જણાવ્યું કે, વિશ્વની અગ્રણી અર્થવ્યવસ્થાઓમાં ભારતનું સ્થાન સતત મજબૂત બની રહૃાું છે. દેશનો સર્વાંગી વિકાસ થાય તે માટે વડાપ્રધાન સતત ચિંતિત છે. વધુમાં તેમણે સૌને વિકસિત ભારત ૨૦૪૭માં પોતાનું યોગદાન આપીને ભાગીદારી નોંધાવવા અનુરોધ કર્યો હતો.
રાજ્યસભા સાંસદ જીતેન્દ્રભાઈ કણઝારિયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાને 'સરકાર માત્ર શાસનનું નહીં પણ સેવાનું પણ માધ્યમ' બને તે રીતે કાર્ય કરી બતાવ્યું છે. નાગરિકોનો સરકાર પ્રત્યે અપૂર્વ વિશ્વાસ રાષ્ટ્રહિત પ્રથમ રાખીને કપરા સમયમાં લેવાયેલા લોકકેન્દ્રી નિર્ણયો, વડાપ્રધાનના પ્રચંડ પુરુષાર્થ અને મજબૂત નેતૃત્વના આધારે ઘડાયો છે.
ધારાસભ્ય મુળુભાઇ બેરાએ જણાવ્યું હતું કે, 'સૌનો સાથ સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ'ના સૂત્ર સાથે વડાપ્રધાનના નેતૃત્વમાં દેશ પ્રગતિ કરી રહૃાો છે. રોડ કનેક્ટીવીટી, ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક, અમૃત ભારત રેલવે સ્ટેશનો, વીજળી વગેરે માળખાગત સુવિધાઓનો અપ્રતિમ વિકાસ થઈ રહૃાો છે. અગાઉના વર્ષોમાં શાસનપદ્ધતિની સાથે તુલના કરીએ તો આ વર્ષો દરમ્યાન થયેલ વિકાસનો ખરો અંદાજ આવે તેમ છે. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, આયુષ્માન ભારત યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધ પરિયોજના, ગરીબ કલ્યાણ અન્ન યોજના વગેરેએ દેશના વિકાસને નવી ઊંચાઈ આપી છે.
વિકસિત ભારત સંકલ્પ સંમેલનમાં લાયન્સ ક્લબ પ્રમુખ પરબતભાઇ ગઢવી, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી પ્રમુખ કિરીટભાઈ મજીઠીયા, અગ્રણી સર્વે મયુરભાઈ ગઢવી, પુનિતભાઈ શર્મા, પરબતભાઇ ભાદરકા, યુવરાજસિંહ વાઢેર, રાજુભાઈ સરસિયા, શક્તિસિંહ જાડેજા, પાલાભાઇ કરમૂર, દેવશીભાઈ કરમૂર સહિત પદાધિકારીઓ તેમજ પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહૃાા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial